Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

સાણથલીના વિનુભાઇ પંચાયત સમિતિમાં ચુંટાતા સન્માન

જસદણ તા. ૨૧ : તાજેતરમાં રાજકોટ જિલ્લા પંચાયતની સિંચાઇ સહકાર સમિતિના અધ્યક્ષપદે સર્વાનુમતે ચુંટાયેલા જસદણના સાણથલી ગામના એક ખરા અર્થમાં પ્રજાના  સેવક વિનુભાઇ ધડુક (મો. ૮૨૦૦૧ ૧૦૦૫૧)ની પોતાની કામગીરીને ધ્યાને લઇ સભ્યોએ સર્વાનુમતે અધ્યક્ષ બનાવતા તેમનું લોકોએ ઠેરઠેર સન્માન કરી ફુલડે વધાવેલ હતા.

રાત હોય કે દિવસ સમયની પરવા કર્યા વિના લોકોના કામો અંગે તેઓ જસદણ પંથકમાં સક્રિય રહેલ છે. છેવાડાના લોકોથી માંડી ખેડૂતો અને સમાજના શ્રીમંતો સુધીના લોકોના સુખદુઃખમાં સહભાગી બની રહેલ છે જેઓ જિ.પં.ના સભ્ય તરીકે જે કામો ભાગે આવેલ છે એ તો કરે જ છે પણ જે કામો અટકેલા ન થતા હોય તેવા કામોની લેખીત રજૂઆત કામો કરાવતા તેમનો વિસ્તાર નંદનવન બની ગયો છે.

વિનુભાઇ રાજકોટ જિલ્લા પંચાયતમાં અધ્યક્ષ બનતા તેઓનુ રાજકીય સેવાકીય શૈક્ષણિક સામાજીક વૈદકીય જેવી અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા લોકોએ સન્માન કરેલ હતુ.તે પ્રસંગની તસ્વીર.

(11:44 am IST)