Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

ભાવનગરના કણબીવાડના લૂંટ-ખૂનના ગુન્હામાં રાજકોટના શખ્સ સહિત બે આરોપી ઝડપાયા

ભાવનગર તા. ૨૧ : કણબીવાડ ઘજાગરા વાળી શેરીમાં ગઇ તા. ૧૯/૧૨/૨૦૧૯ ના રોજ દિલિપભાઇ વિરજીભા પટેલ ઉવ.-૬૫ નું કોઇ અજાણ્યા ઇસમો હાથ પગમાં દોરી બાંઘી તિક્ષ્ણ હથીયારથી ગંભીર ઇજા કરી મોત નિપજાવી સોના ના દાગીના ત્થા રોકડ રૂપિયા તથા મોબાઇલ ફોન મળી કુલ રૂ.૧,૩૮,૦૦૦ની લુંટ કરી દિલીપભાઇ પટેલનું મોત નિપજાવી તે બાબતે ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ફસ્ટ ગુ.ર.ન. ૮૫/૨૦૧૯ ઇ.પી.કો. ૩૦૨,૩૯૭, ૪૬૦, વિગેરે મતલબનો ગુન્હો નોઘાયેલ,

જે ગુન્હો ડીટેકટ કરવા માટે જીલ્લાના તમામ શકદારોને ટેકલ કરવા માટે જુદી જુદી ટીમો બનાવેલ જે પૈકી એલ.સી.બી. ના હેડ કોન્સ. ઘનશ્યામભાઇ ગોહેલ તથા પો.કો. ચિંતનભાઇ મકવાણા તથા પો.કો. રાજેન્દ્રસિંહ સરવૈયા પાસે આ ગુન્હામાં શકદાર આરોપીઓ (૧) વિપુલભાઇ જેન્તીભાઇ ભાનક સોની રહે. કણબીવાડ (ર) સુમીતભાઇ જયભાઇ નાંદડીયા રહે. રાજકોટ પોપટપરા વાળાઓ હોવાની અને તેઓ ગુન્હો કરી નાસી ગયેલ અને વડોદરા પલ હોટલમાં નોકરી કરતા હોવાની હકિકત મળતા જેથી ટેકનીકલ શાખા ના પો.કો. લાખાભાઇ મકવાણા તથા પ્રજ્ઞેશભાઇ પંડયાની મદદથીઙ્ગ ગંગાજળીયા પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ. શ્રી. ડી.જી.પટેલ તથા તેમના સ્ટાફના માણસોનેઙ્ગ શકદાર આરોપીઓ દાહોદ,વડોદરા જીલ્લામાં હોવાની હકિકત મળેતા જે હકિકત આઘારે એલ.સી.બી. તથા ગંગાજળીયા પોલીસ સ્ટેશન ટીમ રવાના કરવામાં આવેલ અને આરોપીઓ ની તપાસ શકદાર આરોપીઓને પકડી લાવી ગુન્હો કર્યાનો એકરાર કરતા અટકાયત કરવામાં આવેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ. ઘનશ્યામભાઇ ગોહેલ તથા પો.કો. રાજેન્દ્રસિંહ સરવૈયા તથા ચિંતનભાઇ મકવાણા આ કામગરીમાં જોડાયેલ.

(11:39 am IST)