Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

ઉનામાં મહોર્રમના ફાયરીંગ બનાવના મનદુઃખમાં હત્યા

પાનના દુકાનદાર ગુલાબશા શામદાર અને પુત્ર તોફીકશા ઉપર આરોપીઓ પાઇપથી હુમલો કરી નાસી ગયાઃ પિતાનું મોત : પુત્ર ગંભીર

ઉના તા. ૨૧ : ગત મહોરમ માસમાં ફાયરીંગના બનેલા બનાવનું મનદુઃખ રાખી કોર્ટ વિસ્તારમાં પાન કોલ્ડ્રીંકસની દુકાન ધરાવતા ગુલાબશા શામદાર ફકીર ઉપર પાઇપ વડે હુમલો કરીને તેમની હત્યા કરતા ચકચાર જાગી છે. આરોપીએ ગુલાબશાહ સાથે રહેલા તેના પુત્ર તોફીકશા ઉપર હુમલો કરતા ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડાયેલ છે.

પિતાની હત્યા અંગે પુત્ર તોફીકશા ગુલાબશા શામદાર ફકીર (ઉ.૨૭)એ નોંધાવેલ પોલીસ ફરિયાદમાં જણાવેલ કે આરોપી એઝાઝ શાબુદ્દીનભાઇ દલ, રીયાઝ ઉર્ફે તડકી ફારૂકભાઇ ચૌહાણ અને વસીમ ઉર્ફે ધનો ઇકબાલ મેમણ ગત તાજીયા મહોરમના તહેવારમાં ફાયરીંગનો બનાવ  બનેલ જેમાં સામસામા પોલીસ કેસો થયેલ. જેમાં ફરિયાદીના ભાઇ જાબીરશાએ ફરિયાદ આપેલ. જે મનદુઃખના કારણે આરોપી એઝાજ શાબુદ્દીનભાઇ દલએ ફરિયાદીના પપ્પા ગુલાબશાના માથાના ભાગે લોખંડના પાઇપનો એક ઘા મારી જીવલેણ ગંભીર ઇજા કરી મોત નિપજાવી તેમજ આરોપી રીયાઝ ઉર્ફે તડકી ફારૂકભાઇ ચૌહાણએ તેની પાસેના લોખંડના પાઇપનો એક ઘા ખંભાના પાછળના ભાગે મારી તેમજ બંનેએ ફરિયાદી તોફીકશાને ડાબા હાથે તથા જમણા પગે લોખંડના પાઇપ વડે માર મારી ઇજા કરી હતી.

આ બનાવમાં આરોપી વસીમ ઉર્ફે ધનો ઇકબાલ મેમણ રહે. ઉના વાળાએ તેની મોટરસાયકલ ઉપર આરોપીઓ એઝાજ તથા રીયાઝને દુકાન પાસે ઉતારી ગયેલ અને બનાવ બાદ પરત લઇ જઇ ગુન્હામાં એકબીજાની મદદગારી કરી આ કામના આરોપીઓએ મ્હે. અધિક જિલ્લા મેજી.શ્રીના હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરતા ગુન્હો નોંધાયેલ છે. પી.આઇ. વી.એમ.ચૌધરીએ વધુ તપાસ હાથ ધરી છે. આરોપી ફરાર થઇ ગયેલ.

(11:01 am IST)