Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

મોરબીના જાંબુડિયા ગામના સરપંચ-ઉપસરપંચને સસ્પેન્ડ કરાયા

સત્તાનો દુરુપયોગ અને મેળાની આવકમાં ઉચાપતની અરજીને પગલે કાર્યવાહી

મોરબી : તાલુકાના જાંબુડિયા ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચ દ્વારા સત્તાનો દુરુપયોગ  તેમજ મેળાની આવકમાં ઉચાપત કરવામાં આવી હોય તેવી અરજીને પગલે તપાસ બાદ ડીડીઓ દ્વારા બંનેને સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે

મોરબીના રફાળેશ્વર ગામના રહેવાસી અરજદારે ડીડીઓને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા રફાળેશ્વર મંદિરે મેળાની થયેલી આવકમાં નાણાની ઉચાપત કરવામાં આવી હોય જેની તપાસની માંગ કરવામાં આવી હતી જે અરજીને પગલે ડીડીઓ એસ એમ ખટાણાના માર્ગદર્શન હેઠળ ટીડીઓએ તપાસ ચલાવી હતી અને સરપંચને જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા મેળાના આયોજન અંગે માહિતી માંગી હતી

જોકે સરપંચ દ્વારા આદેશ મુજબ પ્રત્યુતર નહિ આપીને કે અહેવાલ સુપરત કરવામાં આવ્યો ના હોય તેમજ મેળાના આયોજન અંગે કરેલ તપાસમાં સરકારી તિજોરીને નુકશાન થયાનું ધ્યાનમાં આવ્યું હતું જેથી આ અંગેનો રીપોર્ટ ડીડીઓને સોપવામાં આવતા ડીડીઓ દ્વારા સત્તાનો દુરુપયોગ કરનાર સરપંચ રમેશભાઈ ગેલાભાઈ પાંચિયા અને ઉપસરપંચ શિવુભા ગઢવીને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો છે

(1:13 am IST)