Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

હળવદના ચિત્રોડીમાં દીકરીને ફોન કરી હેરાન કરવા મુદે બોલાચાલી થયા બાદ ચાર શખ્શોએ હુમલો કર્યો

ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ

હળવદના ચિત્રોડી ગામે દીકરીને ફોન કરી હેરાન કરવા મુદે બોલાચાલી થયા બાદ ચાર શખ્શોએ હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે

હળવદના ચિત્રોડી ગામના રહેવાસી જીવણભાઈ છેલાભાઈ ગેલડીયા (ઉ.વ.૨૩) પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેને આરોપી વચ્ચે ફરિયાદીના દાદા જહાભાઈની દીકરીને ફોન કરી હેરાન કરતો હોય તે બાબતે બોલાચાલી કરી આરોપી હસુભાઈ જેસીંગભાઈએ ધારિયાનો ઘા કરી ઈજા કરી તેમજ આરોપી સુરેશ હસુભાઈ અને પ્રવીણ હસુભાઈએ જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ ચનાભાઈ જેસિંગભાઈ રહે બધા ચિત્રોડી તા. હળવદ વાળાએ એકબીજાને મદદગારી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

(1:11 am IST)
  • નિવૃત IAS અમરજીત સિંહા તથા ભાસ્કર ખુલબીની પ્રધાનમંત્રીના સલાહકાર તરીકે નિમણુંક : કેબિનેટની મંજૂરી access_time 8:07 pm IST

  • અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન હિસ્સો : ચીનની આપતી પર ભારતનો સણસણતો જવાબ : અરુણાચલ પ્રદેશના સ્થાપના દિવસ પર ગૃહમંત્રી અમિતભાઇ શાહના પ્રવાસ પર ચીને વાંધો લેતા ભારતે ચીનને રોકડું પરખાવ્યું access_time 12:50 am IST

  • અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો નવો ફતવો : અમદાવાદમાં મારા સ્વાગત માટે 1 કરોડ લોકો ભેગા થશે : આ અગાઉ 70 લાખ કહ્યું હતું : સરકારી અધિકારીઓ એકથી બે લાખનું કહે છે access_time 11:31 am IST