Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

સૌની યોજના અંતર્ગત એસઆરપી બંદોબસ્તના અભાવે પાણી ઠાલવવાનું ટેસ્ટીંગ રહી ગયંુ !!!

પી.એમ આવવાના છે તેમ છતાંય ભીમદાડથી શેત્રુંજી ડેમ સુધી પાઈપલાઈન, મોટર અને કનેકશન કામ રેડીઃ તળાજાના આગેવાનોએ સાઈટની લીધી મુલાકાત

તળાજા,તા.૨૧: સૌની યોજના અંતર્ગત શેત્રુંજી ડેમમાં પાણી નાખવાના સરકાર ના મહત્વકાંક્ષી પ્રોજેકટ ને લઈ વડાપ્રધાન આવનાર છે. જેને લઈ આજ રાત્રે ટેસ્ટીગ માટે પાણી ઠાલવવા નું હતું. પણ એસઆરપી બંદોબસ્તના અભાવે પાણી ઠાલવવાનું રહી ગયાનું  બહાર આવેલ છે.

છેલા એક વર્ષ થી શેત્રુંજી જળાશય માં સૌની યોજના હેઠળ પાણી નાખવામાં આવશે તેવી વાત ના પગલે ભાવનગર શહેર ઉપરાંત તળાજા, મહુવા, ઘોઘા, પાલીતાણા, શિહોર, અને ગારિયાધારના ખેડૂતો અને રહીશો કાગ ડોળે રાહ જોઈ રહ્યા છે. શેત્રુંજી કમાન્ડ હેઠળના ખેડૂતો તો પાણી છૂટશે તેવી રાહમાં છે.

તો બીજી તરફ આવતા દિવસોમાં વડાપ્રધાન હસ્તે લોકાર્પણ હોય રાત્રે પાણી ઠાલવવા માટે ટેસ્ટીગ કાર્યવાહી હાથ ધરવાની હતી. પરંતુ ચોંકાવનારી એવી વાત સામે આવી છેકે ભીમદાડ થી શેત્રુંજી ડેમ સુધીની પાઇપ લાઈન, મોટર અને કનેકશન બધુજ મોટા ભાગનું તૈયાર છે પણ પાણી ઠાલવવા માટે એસ આર પી બંદોબસ્ત ના અભાવે  રાત્રે પાણી ઠાલવવામાં આવ્યુ નથી. કારણ જણાવતા અધિકારી એસ.જી.પટેલ એ જણાવ્યું હતુંકે પાણી લેવા માટે લોકો નુકશાન કરી શકે છે અથવા મંજુરી વગર પાણી લેવા માંડે જેને લઈ બંદોબસ્ત ઇછીએછીએ. એકાદ બે દિવસ માં બંદોબસ્ત મળી જાય એટલે પાણી ઠાલવવા નું ટેસ્ટીગ કરવામાં આવશે.

વડાપ્રધાન આવતા હોય તેને લઈ આજ સાઇટ પર તળાજા યાર્ડ ના પ્રમુખ વિક્રમસિંહ સંગઠન આગેવાનો સાહિતનાએ મુલાકાત લીધી હતી.(૩૦.૫)

 

 

 

(4:16 pm IST)