Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

જોરાવરનગર ગામમાં વધુ એક મહિલાને સ્વાઇન ફલૂ પોઝિટિવ

સુરેન્દ્રનગર જીલ્લામાં કહેર યથાવતઃ છેલ્લા ૫ દિવસથી અમદાવાદ સારવાર હેઠળ

વઢવાણ, તા.૨૧: જિલ્લામાં અત્યાર સુધી સ્વાઇન ફલૂ બે વ્યકિતઓને ભરખી ગયો છે. ત્યારે વધુ એક સ્વાઇન ફલૂ પોઝિટિવ કેસ ધ્યાને આવ્યો છે.

જોરાવરનગરમાં રહેતા પરિવારની મહિલાને છેલ્લા થોડા દિવસોથી શરદી, ખાંસી, ઉધરસ તથા ગળામાં બળવાનો દુૅંખાવાની ફરિયાદ થતા સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ અમદાવાદ રીફર કરાયા હતા. જયાં વિવિધ ટેસ્ટ કરાવતા સ્વાઇન ફલૂનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ બનાવની આરોગ્ય વિભાગને જાણ થતા સ્વાઇન ફલૂ પોઝિટિવ મહિલાના ઘર અને આસપાસ રહેતા લોકોના ઘરે ટેમી ફલૂ આપી કાર્યવાહી કરાઇ હતી. મહિલા છેલ્લા પાંચ દિવસથી અમદાવાદની સિવીલ હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે.(૨૩.૧૦)

(3:05 pm IST)