Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

ભારતમા રહી ભારત મુર્દાબાદના નારા લગાવવા ભચાઉના ચોબારી ગામના યુવાનને પડયા ભારે

 ભુજ તા. ૨૧ : જમ્મુ કાશ્મીરના પુલવામા આંતકીઓએ કરેલા હુમલા પછી ભારત જડબાતોડ જવાબ આપવા માટે સજ્જ થયુ છે. જો કે પાકિસ્તાન અને આંતકીઓ સાથે ભારતે ઘરના ધાતકીઓ સામે પણ કડક કાર્યવાહી શરૂ કરી છે. હુરીયત નેતાઓની સુરક્ષા ઘટાડવા સાથે સેનાએ પથ્થરબાજ કાશ્મીરી યુવાનોને પણ ચેતવણી આપી છે. તે વચ્ચે કચ્છમા એક કિસ્સાએ ભારે ચકચાર સર્જી છે.

એક તરફ ભારતમા હિન્દુ મુસ્લિમ લોકો શહિદોને શ્રધ્ધાજલી સાથે આ ધટનાને વખોડી દુશ્મનોને ભારતીય કોમી એકતાનો સંદેશ આપી રહ્યા છે. તે વચ્ચે ભચાઉના ચોબારી ગામે એક મુસ્લિમ યુવાને ભારત મુર્દાબાદના નારા સાથેનો વિડીયો પોતાના સ્ટેટસ પર રાખતા આ ઘટનાને વાગડ સહિત સમગ્ર કચ્છમાં ચકચાર જગાવી હતી. જો કે ત્યાર બાદ ચોબારી ગામના અખંડ ભારતના યુવાનોએ તેમને દેશપ્રેમનુ ભાન કરાવ્યું હતું.

આદમ ખલીફા નામના યુવાને પોતાની થયેલી ભુલનો પણ સ્વીકાર કર્યો હતો અને ત્યાર બાદ ભારતમાં રહેનાર એક ભારતીય નાગરીક તરીકે ભારતનો જયજયકાર પણ કર્યો હતો. એક તરફ કચ્છમા હિન્દુ મુસ્લિમ તમામ સમાજના લોકો કોમી એકતા અને એક ભારતીય નાગરીક તરીકે ભારતીય સૈન્ય પર થયેલા આ હુમલાની કડક નિંદા સાથે શહિદોને સન્માન આપી રહ્યા છે. અને સાથે આંતકી હુમલો કરનાર આંતકીઓ અને તેને પોષનાર પાકિસ્તાન સામે તેમનો ખુલ્લો વિરોધ વ્યકત કરી રહ્યા છે. તે વચ્ચે કચ્છના આ યુવાને ભારતમા રહી ભારત વિરૂધ્ધ કરેલી નારેબાજીએ ભારે ચકચાર સર્જી છે.ઙ્ગ

આમતો દેશમાં ચાલી રહેલા માહોલ વચ્ચે આ સમાચાર દેશના દરેક ભારતીય લોકો માટે આધાતજનક અને ઉશ્કેરણીજનક છે. પરંતુ આ સમાચાર થકી અન્ય યુવાનોને સંદેશો આપવાનો છે, હિન્દુ હોય કે મુસ્લિમ દરેક સમાજના યુવાનોએ સંયમ સાથે સોશિયલ મિડીયાનો ઉપયોગ કરવાની જરૂર છે.(૨૧.૧૩)

(12:04 pm IST)