Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

જામનગરની જીનાલી મહેતા સંયમના માર્ગે :24મીએ દીક્ષા મહોત્સવ

ડબલ ગ્રેજ્યુએટ જીનાલી સ્પોર્ટ્સ અને નૃત્યમાં પણ અવ્વલ :બુક વાંચવાનો શોખ

 

જામનગરની 24 વર્ષીય જિનાલી મહેતાએ સાંસારિક જીવન છોડીને સંયમનો માર્ગ એટલે કે દિક્ષા લેવાનો નિર્ણય કર્યો છે જિનાલીનો આગામી ૨૪ ફેબ્રુઆરીના રોજ જામનગરના ઓશવાલ સેન્ટર ખાતે ભવ્ય રીતે દિક્ષા મહોત્સવ યોજાશે જિનાલી સુખીસંપન્ન પરિવારમાથી આવે છે અને તેણે એમકોમ સુધીનો અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરેલ છે. જિનાલીના પિતાના મતે તેણે આઠ વર્ષ પહેલા દિક્ષા લેવાનો નિર્ણય કરી લીધો હતો. જોકે અમારી શરત હતી કે તે ડબલ ગ્રેજ્યુએટ કરે પછી તેને રજા આપીશું. આમ તેણે અમારી શરત પુરી કરી હતી. પછી અમે દિક્ષા માટે રજા આપી છે. જિનાલી ફક્ત અભ્યાસમાં નહીં સ્પોર્ટ્સ અને નૃત્યમા પણ અવલ્લ છે. તેને બુક વાંચવાનો પણ શોખ છે

(12:26 am IST)