Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

વાંકાનેરના ઢૂવા નજીકથી બે હજાર લીટર બાયોડીઝલના શંક્સ્પદ જથ્થા સાથે એક શખ્શને દબોચી લેતી મોરબી એલસીબી

મોરબી : મોરબી જીલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌડની સુચનાથી એલ.સી.બી. ના ઇન્ચાર્જ પી.આઈ.આર..ટી.વ્યાસ માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.સ્ટાફએ વાંકાનેર તાલુકાના ઢુવા ખાતે આવેલ ભવાની વે બ્રિજ કાંટા નજીક ડેલામાં આવેલ દુકાનમાંથી અજાભાઇ નાગજીભાઇ ડાભી રહે.મુળ વઘાસીયા, તા.વાંકાનેર હાલ રહે., રાજકોટ વાળાના કબ્જામાંથી ગેરકાયદેસર. આધાર બિલ વગરનો બાયોડિઝલનો જથ્થો આશરે ૨૦૦૦ લીટર કી..૧,૦૦,૦૦૦/- તેમજ લોખંડની ડિઝલ ભરવાની ટાંકી કી..૨૫૦૦૦/- મળી કુલ રૂપિયા ૧,૨૫,૦૦૦/નો મુદામાલ મળી આવતા  બીલ કે આધાર ન હોય જેથી ચોરી થી છળકપટ થી મેળવેલ શંકાસ્પદ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી આરોપીને સી.આર.પી.સી. કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરેલ છે આરોપી આ દુકાનમાં અગાઉ પણ પોતાના ભાગીદારો સાથે બાયોડિઝલ રાખી અનાધિકૃત રીતે વેચાણ કરતો હોય ગત તારીખ તા.૧૧/૧/૧૮ ના રોજ સબ ડિવીમેજી મોરબીના એ આ દુકાન માં બાયોડિઝલ નો જથ્થો સીઝ કરેલ હોય તેમ છતા આરોપીએ બાયોડિઝલનુ ગે.કા.વેચાણ ચાલુ રાખેલ હોય જે પકડી પાડવામાં મોરબી એલ.સી.બી.ને સફળતા મળેલ છે.

(11:55 pm IST)