Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

જુનાગઢમાં સફાઇ કામદારોએ ફીનાઇલ ગટગટાવીઃ ર ગંભીર

જુનાગઢઃ આઉટ સોસીંગ કોન્ટ્રાકટ પધ્ધતિમા સફાઇ કરતા સફાઇ કામદારોને છેલ્લા પ મહિનાથી પગાર ન મળતા ૧૬ દિવસથી ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે.

આજે જયેશ જયંતીભાઇ, પરસોતમભાઇ વાલજીભાઇ ભરતભાઇ બાબુભાઇ, યોગેશભાઇ દેવશીભાઇ, અશ્વિનભાઇ બાબુભાઇ અને આકાશભાઇ ધર્મેશભાઇ સહિતનાએ રેલી સ્વરૂપે કમિશ્નર કચેરીએ પહોંચીને કમિશ્નર કચેરી સામે ફીનાઇલ ગટગટાવી લીધી હતી.

જેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

જયા અશ્વિનભાઇ બાબુભાઇ અને આકાશભાઇ ધર્મેશભાઇ તબિયત ગંભીર હોવાનુ જાણવા મળ્યુ છે.

(8:27 pm IST)