Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

રૂપિયાની લેતી-દેતીમાં ઝપાઝપીઃ સામસામી ફરિયાદ

 જામનગર તા. ૨૧ : અહીં સીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જગદીશભાઈ કુંદનલાલ આહિયાએ ફરીયાદ નોંધાવી છે કે, આ કામેના આરોપી મનોજ ઉર્ફે મનુ દોલતરામ પ્રેમચંદ ગ્યાન ચંદાણી પાસેથી ફરીયાદીએ સાડા ત્રણ વર્ષ પહેલા હાથ ઉછીના રૂ. ૧.પ૦ લાખ લીધેલ હોય જેથી જુના રેલ્વે સ્ટેશન ઈન્ડીયા સ્વીટ માર્ટ પાસે આ કામેના આરોપીઓ મનોજ ઉર્ફે મનુ, પ્રકાશ ઉર્ફે પકો દોલતરામ પ્રેમચંદાણી તથા તેમની સાથે બે–ત્રણ અજાણ્યા ઈસમોએ આવી પૈસાની ઉઘરાણી કરી ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારી ફરીયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ છે.

અહીં રામેશ્વરનગરમાં રહેતો મનોજ દોલતરામ ગ્યાનંદાણી ઉ.વ. ૩૩ એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીના પિતા કુંદનમલભાઈ એ આરોપી જગદીશના પિતા દોલતરામ ખેમચંદને સને ર૦૦૮ માં પાડોશી ધંધાદારી તરીકે ધંધા માટે રૂ. ૧.૮૦ લાખ આપેલા તેની દોલતરામ ખેમચંદે પોતાના હસ્તાક્ષરમાં ચીઠી લખી આપેલ તે રૂપિયાની અવાર નવાર ઉઘરાણી કરતા તેઓએ તે રૂપિયા તેના પુત્ર મનોજ તથા પ્રકાશ પાસેથી લઈ લેવાનું કહેતા  તેઓ પણ રૂપિયા ન આપતા તા. ૧૯ ના રોજ આ કામેના આરોપીઓ જગદીશ કુંદનલાલ, કમલેશ ત્રીકમદાસ, સંજય પરસોતમભાઈ તથા એક અજાણ્યા ઈસમે ફરીયાદી તથા સાહેદ સંજય પરસોતમ આઈલાણીને લાકડાના ધોકા થી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ છે.

રબ્બર પ્લાન્ટના બિલ્ડીંગ પરથી નીચે પટકાતા યુવકનું મોત

અહીં સુમુખ રેસીડન્સીમાં રહેતા અને નોકરી કરતા જયપ્રકાશસિંહ શિવબહાદુરસિંહ ઉ.વ. ૪૮ એ મેઘપર પોલીસ મથકે જાહેર કરેલ છે કે, તા. ર૦ ના રોજ આ કામે મરણ જનાર સોનુકુમાર સુરેન્દ્રપ્રસાદ કર્મી ઉ.વ. ૧૯ રહે. કાનાલુસ એલ.સી.૮ કોલોની રૂમ નં. ૯ વાળો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં આઈ.આઈ.આર. રબ્બર પ્લાન્ટ પોલીમરાઈઝનેશન બીલ્ડીંગ માં કામ કરતો હતો ત્યારે અકસ્માતે પડી જતાં ગંભીર ઈજા થતાં સારવારમાં હોસ્પિટલે લઈ જતાં સારવાર બાદ તેમનું મૃત્યુ નિપજેલ છે.

સગીરાનું અપહરણ

સિકકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે કે, તા.૧૯–ર–ર૦૧૮ના રોજ આ કામના આરોપી વિક્રમસિંહ ઉર્ફે મોતી, રે. રાજસ્થાનવાળો આ કામના ફરીયાદીની સગીરવયની દિકરીને લગ્ન કરવા તથા બદકામ કરવાના ઈરાદે લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલીપણા માંથી નસાડી ભગાડી લઈ જઈ ગુનો કરેલ છે.

(4:01 pm IST)