Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

એસ્સાર ઓઇલ લિ.ના માધ્યમથી ૧૬ ગામોના વિદ્યાર્થીઓ સોમવારે રજૂ કરશે 'ભારત એક ખોજ' કાર્યક્રમ

વિવિધ પ્રાંતોની કરાયેલી ઝાંખિવાળા સ્ટોલ્સથી વિદ્યાર્થીઓ નવી ટાઉનશીપમાં ખડુ કરશે ભારત દર્શન રમત-ગમ્મતની સાથે જ્ઞાન આપવાના અભિગમને આગળ ધપાવતી એસ્સાર ઓઇલ લિ. ૧૯૦૦થી વધુ બાળકો માણશે વિવિધતામાં ભારતની એકતાની અનેરી ઝલક

જામનગર તા. ૨૧ : એસ્સાર ઓઈલ લિ.ના માઘ્યમથી રિફાઈનરીની આજુબાજુમાં આવેલી ૧૬ ગામોની ૧૮ સરકારી શાળાના બાળકોને ભારતના વિવિધ પ્રાંતની સંસ્કૃતિને એક જ સ્થળે પ્રદર્શિત કરવાનો અવસર તા. ર૭ ફેબ્રુઆરી ર૦૧૮ના નવી ટાઉનશીપના વિશાળ સમિયાણામાં મળશે. 'ભારત એક ખોજ'નામના આ કાર્યક્રમમાં પ૦૦થી વધુ વિદ્યાર્થીઓએ દરેક પ્રાંત–પ્રદેશની સાંસ્કૃતિક, ભૌગોલિક, ઐતિહાસિક પરંપરાને તાદશ્ય કરવા ભારે જહેમત ઉઠાવી ૧૮ મોડેલ્સ તૈયાર કર્યા છે, જે આકર્ષણનું કેન્દ્ર બનશે.

ઓદ્યોગિક સામાજિક જવાબદારીના ભાગરૂપે એસ્સાર ઓઈલ લિ. અનેકવિધ સેવાકીય પ્રવૃતિ વાડીનાર પંથકમાં ઘણા વર્ષોથી કરતી આવી છે. સવિશેષપણે શિક્ષણ ક્ષેત્રમાં કંઈક નવું જ કરી સર્વને ઉદાહરણરૂપી કામ કરવાની પ્રથા જાળવવામાં એસ્સાર ઓઈલ લિ. સફળ રહયું છે. પુસ્તકાલય, સ્માર્ટ કલાસીસ, સ્કૂલ સંચાલન માટે શિક્ષકોને તાલિમ, શિક્ષણની વૈકિલ્પક પદ્ઘતિ, સ્કૂલના સહયોગ માટે મોબાઈલ એજયુકેશન, શાળા પ્રવેશોત્સવ, તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ વગેરે જેવા કાર્યોની નોંધ સૌ કોઈએ લીધી છે. ખાસ કરીને શિક્ષા કે સાત રંગ સમાન 'ઇન્દ્રધનુષ' કાર્યક્રમને અપ્રતિમ સફળતા મળી હતી.  સફળતાને હજૂ અંચાઈ પર લઈ જવા માટે આ વર્ષે 'ભારત એક ખોજ' કાર્યક્રમનું નવતર આયોજન રિફાઈનરીની સામે આવેલી નવી ટાઉનશીપના મેદાનમાં તા. ર૭ના સવારે ૯:૩૦ વાગ્યે કરાયું છે.

આ કાર્યક્રમની વિશેષતા એ છે કે 'ભારત એક ખોજ' કાર્યક્રમ રિફાઈનરીની આજુબાજુમાં આવેલા વાડીનાર, મોડપર, જાંખર, મીઠોઈ, કાઠી દેવળિયા, વડાલિયા સિંહણ, નાના માંઢા, મોટા માંઢા, પરોડિયા, સિંગચ, રાસંગપર, ભરાણા, ટીંબડી, કજુરડા, સોઢા તરઘડી, દાંતા ગામોની ૧૮ સરકારી શાળાના આશરે પ૦૦થી વધુ બાળકો અને રપથી વધુ શિક્ષકોએ તૈયાર કર્યો છે. ભારત એક વિવિધ ભાષા, પહેરવેશ, રહેણી–કરણી ધરાવતો દેશ છે, એટલે કે વિવિધતામાં એકતાનું પ્રતિક છે. આ એકતાના દર્શન વિદ્યાર્થીઓએ ખુબજ મહેનતથી તૈયાર કરાયેલા સ્ટોલ્સમાં થશે.

ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડીશા, રાજસ્થાન, જમ્મુ કાશ્મિર, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ વગેરે પ્રદેશની પોતપોતાની બોલી, ભાષા, પહેરવેશ, ખોરાક, ઈતિહાસ, સંસ્કૃતિ, ખેતી, વ્યવસાય વગેરે છે, ત્યારે દરેક પ્રાંતની આ શૈલીને ઉજાગર કરવા માટે વિદ્યાર્થીઓએ જે તે પ્રદેશની જાણીતી ઐતિહાસિક ધરોહરની માટી તથા બામ્બુથી પ્રતિકૃતિ તૈયાર કરી છે. વિદ્યાર્થીઓ પ્રાદેશિક પહેરવેશ ધારણ કરી અન્ય વિદ્યાર્થીઓને દરેક પ્રાંતની વિવિધતાની સમજ તેઓએ તૈયાર કરાયેલા ચાર્ટ પેપર અને કોમ્પ્યુટરમાં તૈયાર કરાયેલા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન વડે આપશે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય એ છે કે કાર્યક્રમમાં બાળકો જાતે જોડાય અને સ્વ અનુભવથી વિવિધ પ્રદેશની લાક્ષણિકતાને અનુભવે. એક સ્કૂલના વિદ્યાર્થીઓ એક પ્રદેશનું નેતૃત્વ કરી એ પ્રદેશ વિશે આશરે ૧૯૦૦થી વધુ બાળકોને માહિતગાર કરશે.

ભભભારત એક ખોજભભની સાથે બાળકો બ્લોક પેઇન્ટિંગ્સ, બંધેજ, પપેટ શો, ફન એકિટવીટી, સ્ટેજ પર સાંસ્કૃતિક કાર્યક્રમને પણ માણી શકશે.

(3:49 pm IST)