Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

ધારીના ખોડીયાર ડેમમાં ઝંપલાવી અમરેલીનાં જલધારા વાળા અરવિંદભાઇનો આપઘાત

ધારી/ અમરેલી, તા. ર૧ : ધારી ખોડીયાર ડેમમાંથી એક આઘેડ પુરૂષની લાશ મળતા આ બનાવ અંગે જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આ લાશ કોની છે તે અંગેની જાણકારી શરૂ કરેલ તપાસ દમિયાન આ લાશ અમરેલી જલધારા વોટર સપ્લાયના માલિક અરવિંદભાઇ ભીખાભાઇ ભેસાણીયા (ઉ.વ.૪૭)ની હોવાનું જણાયેલ છે. જાણવા મળતી વિગત મુજબ તેઓ તેમના પત્નિે બીજે લગ્ન હોવાથી ત્યાં ઉતારી પોતે મોરજર કુટુંબમાં લગ્નમાં જતા પહેલા ધારી ખોડીાયર મંદિર દર્શન કરી મોરજર જવાના હતા પરંતુ તેમની લાશ ખોડિયાર ડેમમાંથી મળતા અનેક તર્ક વિર્તક સર્જાયા છે આ બનાવ આત્મહત્યાનો છે કે હત્યાનો તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.

અમરેલીના કેરીયારોડ ઉપર રહેતા અરવિંદભાઇની કાર ખોડિયાર ડેમના દરવાજા ઉપર અથડાયેલી હાલતમાં પડી હોય તેની જાણ થતા ધારીથી તાલુકા ભાજપના પ્રમુખ શ્રી અતુભાલઇ કાનાણી, ધારીના ઉપપસરપંચ જીજ્ઞેશગીરી ગોસાઇ, અરવિંદભાઇ કોલડીયા, બટુકભાઇ ગજેરા સહિતના આગેવાનો દોડી ગયા હતા અને ધારીના તરવૈયા રમેશભાઇ આહિરની લાશ શોધવા માટે મદદ લેવાઇ હતી તથા અમરેલીથી પણ ફાયર ફાઇટરને પણ બોલાવાયું હતું મોડી સાંજે અરવિંદભાઇનો મૃતદેહ ડેમમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને ધારી પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે. આ બનાવથી અનેક રહસ્યો સાથે અરેરાટી પ્રસરી છે. જો કે, એક એવી વિગત પણ બહાર આવી છે કે કારનો ગુટકો તૂટી જતા કાર ડેમનાં દરવાજા સાથે અથડાઇ હતી પરંતુ ડેમની પાળી મજબૂત હોય. કારમાંથીને અરવિંદભાઇ ડેમમાં ફંગોળાઇ ગયા હોય તેવું પણ ચર્ચાતુ હતું.

(3:48 pm IST)