Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

મોરબીના મોડપર ગામે અનોખો લગ્નોત્સવ, ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન

મોરબી : અહીંના અગ્રણી ઉદ્યોગપતિ પ્રાગજીભાઈ બાવરવાએ નૂતન વર્ષે સંકલ્પ કર્યો હતો કે, પોતાના વતન મોડપર ગામની દીકરીઓ અને ભાણેજને એક માંડવે લગ્ન મહોત્સવ યોજશે જે વિચારને આત્મસાત કરતા. મોડપર ગામે આજે યોજાયેલા 'મારી દીકરીના માંડવા'ઙ્ગલગ્નોત્સવમાં ગામની આઠ દીકરી અને ભાણેજ લગ્નમાં જોડાયા હતા જે લગ્ન સમારોહમાં ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન કરાવતો અનોખો માંડવો જોવા મળ્યો હતો. પ્રભુતામાં પગલા માંડનાર આઠ નવદંપતીઓને આશીવચન પાઠવવા સીદસર ઉમિયા માતાજી મંદિરના ઉપપ્રમુખ જેરામભાઈ વાસદળીયા, રાજકીય આગેવાનો સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, માજી ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા, જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયા, મોરબીના અગ્રણી ઉદ્યોગપતિ ઠાકરશીભાઈ અઘારા, બેચરભાઈ હોથી, મોરબી પાંજરાપોળના પ્રમુખ વેલજીભાઈ ઉઘરેજા, સિરામિક એસો. પ્રમુખ કે.જી.કુંડારિયા, જયંતીભાઈ જેરાજભાઈ, જયુભા જાડેજા, અરવિંદભાઈ બારૈયા, લાખાભાઈ જારીયા, પરેશભાઈ પટેલ, કાનજીભાઈ જારીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દીકરીઓ અને ભાણેજને કરિયાવરની તમામ ચીજવસ્તુઓ ભેટસ્વરૂપે આપવામાંઆવી હતી. તસ્વીરોમાં ઉપસ્થિત મહેમાનો, અગ્રણીઓ અને જાનૈયા - માંડવીયા દર્શાય છે.

(12:52 pm IST)