Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

રાજ્યનું બજેટ મોરબી - માળિયા પંથકના લોકો માટે હરખાવા જેવું નહિ, પસ્તાવા જેવું!

વિવિધ માંગણી ઉપર ફરી વળ્યું પાણીઃ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આપી ભખી પ્રતિક્રિયા

મોરબી તા.  ૨૧ : ગુજરાત સરકારના બજેટમાં મોરબી-માળિયા વિસ્તાર માટે કોઈ ખાસ આર્થિક ફાળવણી ન કરીને આ વિસ્તારની અવગણના કરી છે. જે ખેદજનક છે. મોરબી જિલ્લો મેડિકલ કોલેજ વિહોણો છે. લાંબા સમયથી મોરબીને મેડિકલ કોલેજ મળે તેવી માંગણી કરવામાં આવી રહી છે પરંતુ બજેટમાં મોરબીને મેડિકલ કોલેજ તો ના આપી પણ જિલ્લા કક્ષાની સરકારી હોસ્પિટલ પણ અપગ્રેડ ન કરીને અન્યાય કરાયો હોવાનો ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ સણસણતો આક્ષેપ કર્યો છે.

 

તેમણે તીખી પ્રતિક્રિયા સાથે વધુમાં કહેલ કે, મોરબી શહેરની ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે નટરાજ ફાટક પાસે,કંડલા બાયપાસના નવલખી ફાટક પાસે તેમજ ભકિતનગર સર્કલ પાસે ઓવર બ્રિજ બાંધવાની માંગણી અંગે પણ બજેટમાં કોઈ જોગવાઈ ન કરીને મોરબીને વધુ એક અન્યાય કરેલ છે. મોરબી માળિયા તાલુકાના ૫૪ ઙ્ગજેટલા ગામોને નર્મદાનું પાણી મચ્છું -૨ માં ઠાલવીને આ મચ્છું-૨ ઙ્ગસિંચાઈ યોજનાની હાલની કેનાલનો કમાન્ડ એરિયા વધારીને તેમજ કેનાલનું વિસ્તૃતીકરણ કરીને સિંચાઇનું પાણી આપવાની માંગણી ઉપર પણ ભાજપ સરકારે પાણી ફેરવી દીધું છે.

એવી જ રીતે સીરામીક હબ ગણાતા મોરબીના ઉદ્યોગ માટે આંતર માળખાકીય સુવિધાઓ જેવી કે રસ્તા, પાણી, ટ્રાન્સપોર્ટ નગર, મજૂરો માટે હોસ્પિટલ સુવિધા અંગે પણ કોઈ જોગવાઈ કરવામાં આવેલ નથી. નર્મદાની હાલની ધ્રાંગધ્રા, માળીયા(મી) અને મોરબી બ્રાંન્ચ કેનાલની માઈનોર અને સબમાઇનોર માટે જરૂરી એવું આર્થિક ફંડ ન ફાળવીને ખેડુતોને હળાહળ અન્યાય કરાયો છે. મોરબીઙ્ગ જિલ્લાના એક માત્ર બંદર એવા નવલખીને વિકસાવવા કોઈ ખાસ લક્ષ અપાયું નથી. માળીયા(મી)ના મીઠા ઉદ્યોગને પ્રોત્સાહન આપવા તેમજ અગરિયાઓના આર્થિક ઉપાર્જન અને મજૂરોની આર્થિક સુરક્ષા પરત્વેઙ્ગ દુર્લક્ષ સેવાયું છે ખેડુતોને પાક વીમા મળવા બાબતની ફાણવણીમાં પણ અન્યાય કરીને ખેડૂતોને નારાજ કરવામાં આવ્યા છે.

(12:51 pm IST)