Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

ગીર સોમનાથ જિલ્લામાં બોર્ડના વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી પ્રવચનો યોજાશે

  ગીર સોમનાથ તા. ૨૧ : ગીર સોમનાથ જિલ્લામાં એસ.એસ.સી અને એચ.એસ.સી.ના પરીક્ષાર્થીઓ માટે મહાનુભાવોના પ્રેરક વકત્ત્।વ્યનું આયોજન કરાયું છે. એસ.એસ.સી અને એચ.એસ.સી. પરીક્ષા માર્ચ-૨૦૧૮ને અનુલર્ક્ષીને ગુજરાત માધ્યમિક અને ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્રારા પરીક્ષાર્થીઓ મુકતપણે પરીક્ષા આપી શકે તે માટે વકત્ત્।વ્યનું આયોજન કરવામાં આવેલ છે.

  તા. ૨૨ મી ફેબ્રુઆરી ના રોજ ડો.કનૈયાલાલ ભટ્ટ, તા. ૨૪ મી ના રોજ જય વસાવડા, તા. ૨૬ મી ના રોજ અજય ઉમટ, તા.૩ માર્ચ ના રોજ ભવેન કચ્છી અને તા. ૭ માર્ચ ના રોજ દેવેન્દ્ર પટેલનું વંદે ગુજરાત ચેનલ નં. ૧૦ અને ૧૨ પરથી સવારે ૧૧ થી ૧૨ કલાક દરમ્યાન વકત્ત્।વ્ય પ્રસારિત કરવામાં આવશે. વિદ્યાર્થીઓને પરીક્ષાલર્ક્ષી ભય દુર કરવા અને પરીક્ષાના સમયે કોઈપણ મુંઝવણ ના થાય તેમજ વિધાર્થીઓ મુકતપણે પ્રફુલીત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેવું આયોજન કરાયું છે. આ મહાનુભાવોનું વકત્ત્।વ્ય નિહાળવા દરેક શાળાના વિધાર્થીઓ, વાલીઓ, શિક્ષકો તેમજ આચાર્યશ્રીઓને અનુરોધ કરાયો છે. તેમ જિલ્લા શિક્ષણાધિકારી મયુર પારેખની યાદીમાં જણાવાયું છે.

(11:31 am IST)