Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

વડાલ નજીક પુષ્ટિ સંસ્કાર ધામનું ભૂમિ પૂજન : ૧ લાખ વૈષ્ણવો ઉમટયા

જુનાગઢ : જુનાગઢના વડાલા કાથરોટા રોડ પર પુષ્ટિ સંસ્કાર ધામનો ભૂમિ પૂજન મહોત્સવ મોટી હવેલીમાં ગૌસ્વામી પુ. બાવાશ્રી કિશોરચંદ્ર મહારાજશ્રીની અધ્યક્ષતામાં ગૌસ્વામી પિયુષબાવાની સહઅધ્યક્ષમાં અને ગોસ્વામી વ્રૃજવલ્લભજી મહારાજની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા જેમાં કેન્દ્રીય મંત્રી પુરૂષોતમભાઇ રૂપાલા મેયર આદ્યાશકિતબેન મજમુદાર ધારાસભ્ય ભીખાભાઇ જોષી, ડેપ્યુટી મેયર ગિરીશભાઇ કોટેચા માણાવદરના ધારાસભ્ય જવાહારભાઇ ચાવડા તેમજ સાધુ સંતોમાં શ્રી શિવગૌરક્ષ આશ્રમના મહંત પુ. શેરનાથ બાપુ, ચાંપરડાના પુ. મુકતાનંદબાપુ, સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો અને શહેર ભાજપના પૂર્વ પ્રમુખ સંજય ભાઇ કોરડીયા, કમલસાઇ, સેજપાલ સહિત એક લાખ જેટલા વૈષ્ણવો ઉમટી પડયા હતા. ઉપરોકત તસ્વીરોમાં અમદાવાદ સોલા ભાગવતી વિદ્યાપીઠ અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી પી.એચ.ડી. ડિગ્રી. ધારી ૩પ શાસ્ત્રીઓ ગોસ્વામી પિયુષબાવાશ્રીને ભૂમિ પૂજનની વિધી કરાવી રહ્યા છે. તેમજ સાંસ્કૃતિક કૃતિ રજૂ કરતા બાળકો અને ૧પ૦ વિઘામાં આકાર લેનાર આ સંસ્કારધામ તેમજ પુષ્ટિ સંસ્કાર મોબાઇલ એપ અને પુસ્તકનું વિમોચન કરતા શ્રી રૂપાલા, પૂ.મુકતાનંદબાપુ તેમજ શ્રી રૂપાલાનું બુકે આપી સન્માન કરતા શ્રી સંજય કોરડીયા નજરે પડે છે. આ તકે શ્રી રૂપાલાએ જણાવ્યું હતું કે ધાર્મિક સંસ્થાઓ ગાયોની હોસ્ટેલના નિર્માણ તરફ વળે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

(11:28 am IST)