Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

ગોંડલમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા રાષ્ટ્રશકિત સંગમ કાર્યક્રમ

ગોંડલ : હિંદુત્વ એ જ રાષ્ટ્રીયત્વ આજ વિચારથી ભારતને વિશ્વગુરૂ પદે પુનઃસ્થાપિત કરવા કાર્યરત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ગોંડલ ખાતે જિલ્લા સંઘના સ્વયંસેવકો નો રાષ્ટ્રીય શકિત સંગમ નામે એક દિવસીય એકત્રીકરણ નો કાર્યક્રમ અત્રેની એમ.બી.કોલેજ ખાતે યોજાયો હતો. જેમાં ગોંડલ ધોરાજી જામકંડોરણા જેતપુર જસદણ કોટડાસાંગાણી અને લોધીકા તાલુકા નગરમાંથી મોટી સંખ્યામાં સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંતના સહપ્રાંત પ્રચારક મહેશભાઈ જીવાણી, વિભાગીય કાર્યવાહક ચંદ્રકાંત ઘેટીયા, ગુજરાત પ્રાંત સહ સેવા પ્રમુખ નરેન્દ્ર ભાઈ દવે, વિભાગ પ્રચારક કેતનભાઇ સોજીત્રા, જિલ્લા કાર્યવાહક જયેશભાઇ અઘારા, જિલ્લા સંચાલક ભગવાનજીભાઈ વેકરીયા વિગેરે દ્વારા દિપ પ્રગટાવી કરવામાં આવ્યો હતો. દિવસ દરમિયાન જુદા જુદા સત્રમાં આ સ્વયંસેવકનું પ્રશિક્ષણ કરવામાં આવ્યું હતું . બપોરે પૂર્ણ ગણવેશમાં ભગવા ધ્વજ સાથે ગોંડલના માર્ગો પર વિશાળ પથ સંચાલન નીકળ્યું હતું. આ પથ સંચાલનને લોકોએ ફૂલોથી વધાવ્યું હતું. સાંજે ચાર વાગ્યે જાહેર સમારોહ યોજાયો હતો.જેમાં વ્યાયામ યોગ, શારીરિક પ્રદર્શન, સ્વયં સેવકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા, જાહેર સમારોહમાં પોતાના વકતવ્યમાં ગુજરાત પ્રાંત સહપ્રાંત પ્રચારક મહેશભાઈ જીવાણી એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો ની સંગઠિત શકિતને રાષ્ટ્રશકિત ગણાવી હતી. મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત મહંત ગોરધનબાપુ સંત ઉગારામ બાપાની જગ્યા બાંદ્રા દ્વારા સામાજિક સમરસતા રાષ્ટ્રશકિત માટે જરૂરી છે તેમ જણાવ્યું હતું. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સંયોજક ડોકટર નિર્મળસિંહ ઝાલા, સહ સંયોજક અતુલભાઇ જાની, તથા ભુપતભાઈ ચાવડા, હરેશભાઈ સોજિત્રા, અનિલભાઈ ગજેરા, મૌલિકભાઈ ચાવડા, ઘનશ્યામભાઈ પંડ્યા, હિરેનભાઇ ડાભી, રોહિતભાઈ ચુડાસમા, ચિરાગભાઈ મકવાણા વગેરે કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.(તસ્વીર - અહેવાલ : જીતેન્દ્ર આચાર્ય - ગોંડલ)

(11:23 am IST)