Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

જુનાગઢ એસ.ટી.નિગમ વિકાસના કર્મચારીઓને પેન્શન પ્રશ્ને અન્યાય દુર કરવા રજુઆત

જુનાગઢ તા. ર૧ : એસ.ટી.સહિતના નિગમના હજારો કર્મચારીઓને પેન્શન માટે થતો અન્યાય દુર કરવા બાબતે મધુર સોશ્યલ ગ્રુપ દ્વારા રજુઆત કરવામાં આવી છે.

કચ્છ કાઠીયાવાડ ગુજરાત નિવૃત એસ.ટી.કર્મચારી મંડળ વતી સલીમ ગુજરાતી રજુઆતમાં જણાવેલ છે કે ગુજરાત રાજયના એસ.ટી.સહિતના નિગમોના હજારો ફરજ પરસ્ત અને નિવૃત કર્મચારીઓને પગારમાંથી કપાતુ ઇ.પી.એફ.અને સરકાર સંકલિત પુરવણીની ગ્રાન્ટના આયોજનની વ્યવસ્થા થકી નિવૃત કર્મચારી સન્માનભેર મૃત્યુ સુધી નિશ્ચીત રકમનું મોંઘવારી વધારા સમેત પેન્શન મેળવી શકે તેવી આદર્શ વ્યવસ્થા આપણા દેશમાં ચાલી રહી છે અને એસ.ટી.ના કર્મચારીઓ નિગમના સેવકો તરીકે જીવનભર સેવા આપીને નિવૃત થયા ત્યારે પેન્શનની જોગવાય હતી તાજેતરમાં સરકારે દરેક કર્મચારીઓને લઘુતમ ૩પ૦૦ થી ૬પ૦૦ પેન્શન મળે તેવી હિમાયત કરવામાં આવી હતી. અને પુરૂ પેન્શન મળે તે માટે રજુઆત કરી હતી લાંબા સમય બાદ ઇ.પી.એફ. કચેરીએ એ.ટી.નિગમ જ નથી તમને પેન્શન મળવા પાત્ર નથી તેવા જવાબ આપી અન્યાય કર્યો છે. તેમ રજુઆતમાં જણાવ્યું છે. (૬.૧)

 

(9:28 am IST)