Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

જુનાગઢમાં શુક્રવારે કૃષિ મેળાનો પ્રારંભ

કૃષિ યુનિવર્સિટી દ્વારા આંતર કોલેજ રમતોત્સવના વિજેતાઓનું સન્માન

જૂનાગઢ તા. ૨૧ : હરિતક્રાંતિ અભિયાનમાં મોખરાના સ્થાનમાં અગ્રતા ક્રમે ઉભેલા ગુજરાતે કૃષિ ક્ષેત્રે શ્રેષ્ઠત્ત્।મ વિકાસદર હાંસલ કરી સમગ્ર ભારતમાં ખેત વિષયક વિકાસના કામોમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. ત્યારે કૃષિ વિભાગની નીતિઓ અને અદ્વીતિય પહલને લીધે ખેડૂતોના જીવનમાં બદલાવ આવી રહ્યો છે.અગાઉ રાજય ઓછા જલસંશાધનોની મુશ્કેલીનો સામનો કરી રહ્યું હતું. તેના માટે દુનિયાનો મોટું જલ સશાસન નર્મદાને નહેર રૂપે ગામે ગામ પહોંચાડવામાં આવી ત્યાં હરિયાણા ખેતરો થઇ રહ્યાં છે અને જયાં ખેડૂતો વર્ષમાં એકથી વધુ પાક લેતા થયા છે.

સરકારી યોજનાને લીધે ગુજરાતમાં દ્વીતિય હરીક્રાંતિ આકાર લઇ રહી છે. આવી વાત નાયબ ખેતિ નિયામક(તાલીમ) શ્રી કાસુન્દ્રાએ આગામી તા. ૨૩મી ફેબ્રુઆરી-૨૦૧૮નાં રોજ આયોજીત થનાર કૃષિ મેળાના સંદર્ભમાં જણાવી હતી. કૃષિમેળાનો પ્રારંભ જિલ્લા સમાહર્તા ડો. રાહુલ ગુપ્તા તા. ૨૩નાં સવારે ૯-૦૦ કલાકે કરાવશે. કૃષિમેળાનાં અતિથી વિશેષ તરીકે સ્ટેટ નોડલ અધીકારી આત્મા અને નિયામક સમેતી ગાંધીનગરથી ડો. પી.એમ.વઘાસીયા, જિલ્લા વિકાસ અધીકારી અને ચેરમેન આત્મા ગવર્નીંગ બોડી જૂનાગઢનાં જે.કે.ઠેશીયા,  સંયુકત ખેતી નિયામકશ્રી (વિસ્તરણ) જૂનાગઢ શ્રી એસ.જે.સોલંકી, સંશોધન નિયામક જૂનાગઢ કૃષિ યુનિ. ડો. વી.પી.ચોવટીયા ઉપસ્થિત રહેશે.

નાયબ ખેતી નિયામક કાસુન્દ્રાએ મેળા આયોજન અંગે વાતચિત કરતા જણાવ્યુ હતુ કે ગામડાના કૃષિકારોની જીવનની ગુણવત્ત્।ા સુધારવા માટે તેમના દ્વારા નવી રોજગારીની તકો ઉભી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ૬૩ કુલ વસ્તી ગામડાઓમાં રહે છે. અને તેમની આજીવિકાનું મુખ્ય સ્ત્રોત ખેતી છે. તેના કારણે ગુજરાત સરકાર કૃષિ વિકાસ માટે સંવેદનશીલ છે. સરદાર બાગ નજીક આવેલ કૃષિ તાલીમ કેન્દ્ર પરિસરમાં કૃષિ કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગતઙ્ગકૃષિમેળોઙ્ગતથા પ્રદર્શન અને પાક પરિસંવાદ કાર્યક્રમ દ્વારા ખેડૂતોને કૃષિલક્ષી જાણકારી તથા તાલીમ મળી રહેશે. ખેતીલક્ષી જ્ઞાનરૂપી ગંગા વહી રહી છે તેનાથી સરકારની યોજના કેન્દ્રિત કૃષિ, કૃષિ સંવર્ધન, જૈવ પ્રૌદ્યોગિકીકરણ, સૂચના પ્રૌદ્યોગિકીકરણ અને કૃષિ ટઙ્ખકનોલોજી દ્વારા વિકાસ,. માટી, પાણી અને જૈવમાં વિવિધતાનું સંરક્ષણ કરવા, જળવાયુમાં પરિવર્તન એક સમગ્ર માનવજાત માટે ચિંતાનો વિષય છે તેના માટે  મનન અને ચિંતન કરી ખેડુતોને તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. ખેડૂત ઉપયોગીઙ્ગકૃષિઙ્ગઅને પશુપાલન વિષયક માર્ગદર્શન, ધાન્ય પાકો, તેલીબિયાં પાકો,કઠોળ પાકો, ફળ પાકો,ખેતીમાં ગુણવત્ત્।ા, પશુ પાલન, રોકડિયા પાકો, શાકભાજી પાકો, ઔષધિય પાકો, મરીમસાલાં પાકો, ઘાસચારાના પાકો, ફુલછોડ પાકો, કૃષિઙ્ગક્ષેત્રમાં શિક્ષણ, વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ, અનુભવ અને ખેડુતો દ્વારા અનુભવ કથનથી દિવસભર કૃષિ વિષયક યોજાનાર કાર્યક્રમોનો લાભ લેવા ખેડુતભાઇ બહેનોને કૃષિ તાલીમ કેન્દ્ર ખાતે યોજનાર કૃષિ મેળામાં પધારવા આમંત્રીત કરવામાં આવે છે.                            

પી.સી. એન્ડ

પી.એન.ડી.ટી.ની બેઠક

જિલ્લા પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.ની બેઠક ૨૩મી ફેબ્રુઆરીએ સવારે ૧૧-૩૦ કલાકે કલેકટર કચેરી યોજાશે બેઠકમાં સમિતિના સૌ સભ્યોએ લગત વિગત સાથે ઉપસ્થિત રહેવા યાદીમાં જણાવાયુ છે.(૨૧.૪)

(9:27 am IST)