Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

ખંભાળીયા આરટીઓ અધિકારીની ફરજમાં રૂકાવટ કરનાર પત્રકાર, એડવોકેટ સહિત ચાર સામે ગુનો

આરોપીઓની માધવ ડ્રાઇવીંગ લાયસન્સ સ્કૂલમાં આવતા વાહન ચાલકોને ટેસ્ટ લીધા વગર લાયસન્સ કાઢવાનું કહ્યું, અધિકારીએ ના પાડતા કચેરીમાં ઝપાઝપી કરી અને તારા સાહેબને ખોટી રીતે ફસાવી દઇશ તેવી કર્મચારીને ધમકી આપી ભ્રષ્ટાચારના આક્ષેપો કરી મહિને ૧પ હજારનો હપ્તો માગ્યાનો ફરીયાદમાં આક્ષેપ કરતા ચકચાર

રાજકોટ, તા.ર૧ : દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા ખાતે કાર્યરત જિલ્લાની આરટીઓ કચેરીના આરટીઓ અધિકારીએ એક પત્રકાર, એડવોકેટ સહિત અન્ય બે મળી ચાર શખ્સો સામે સરકારી ફરજમાં રૂકાવટ કરી ખોટા સમાચારો પ્રસિદ્ધ કરાવી બદનામ કરવા અને દર મહિને ૧પ હજારનો હપ્તો આપવા સહિતની બાબતે ખંભાળીયા પોલીસમાં ફરીયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે ફરીયાદમાં આરટીઓ અધિકારી ચિરાગ મહેરાએ નોંધવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે ગત તા.૧૧-૯-ર૦ર૦ના રોજ અમારી કચેરીમાં ફરજ બજાવતા એઆરટીઓ એ.એ. ભાડુલા તેમની ઓફીસમાં ફરજ દરમિયાન હાજર હતાં ત્યારે બપોરે ચારેક વાગ્યે પત્રકાર લખન કંડોરીયા ત્યાં આવી તેમની માધવ ટ્રેનીંગ ડ્રાઇવીંગ સ્કૂલના કેન્ડીડેન્ટ પાસેથી કોઇ પણ વાહન ટેસ્ટ લીધા વગર લાઇસન્સ આપવા જણાવ્યું હતું. આથી એઆરટીઓ ભાડુલાએ ના પાડતા તેને ખોટી રીતે ફસાવી દેવા ધમકી આપી અને તમે ભ્રષ્ટાચાર કરો છો જેથી તમારે દર મહિને હપ્તો આપવો પડશે તેવી ગેરવ્યાજબી માગણી કરી હતી એ પછી એ જ રાત્રીના ૧૧ વાગ્યે લખન કંડોરીયા આરટીઓ ઓફીસે આવી અને અંદર ઓફીસમાં આવવા પ્રયાસ કરતા સિકયુરીટી ગાર્ડ મુલ્લાભાઇ મોવરે તેમને રોકતા લખન કંડોરીયાએ તેમને મનફાવે તેમ ગાળો કાઢી તેની ઉપર હુમલો કરી ઝપાઝપી કરી માર મારવાની કોશિશ કરી એથી આગળ તેમને બાઇકનો સ્ટંટ કરી સિકયુરીટીમેનને ડરાવવાની કોશિશ હતી.

આરટીઓ મહેરાએ જણાવ્યું હતું કે, ગત તા.૧૧/૧ર ના રોજ બપોરે ચારેક વાગ્યે લખન કંડોરીયાને ખંડણીની રકમ નહીં મળતા તેમના માણસો સંજય આંબલીયા, માધવ ટ્રેનિંગ સ્કૂલના રાજુભાઇ તથા દેવાતભાઇ આરટીઓ કચેરીએ મોકલ્યા હતાં સાથે આવેલા સંજય આંબલીયાએ પોતે જાહેરમાં દેખાય તેવી રીતે રીવોલ્વર બાંધી સીન સપાટા મારલ અને કોઇ જાતની મંજુરી વગર કચેરીના ફોટાઓ પાડી કચેરીના કર્મચારીઓની પૂછપરછ કરવા વધુમાં આરટીઓ મહેરાએ જણાવ્યું છે કે, ગત તા.૧૧/૧રના રોજ બપોરે ચારેક વાગ્યે લખન કંડોરીયાએ ખંડણીની રકમ નહીં મળતા તેમના માણસો સંજય આંબલીયા, માધવ ટ્રેનિંગ સ્કૂલના રાજુભાઇ તથા દેવાતભાઇને આરટીઓ કચેરીએ મોકલ્યા હતાં સાથે આવેલ સંજય આંબલીયાએ પોતે જાહેરમાં દેખાય તેવી રીતે રીવોલ્વર બાંધી સીન સપાટા મારેલ અને કોઇ જાતની મંજુરી વગર કચેરીના ફોટાઓ પાડી કચેરીના કર્મચારીની પૂછપરછ કરવા ભયનું વાતાવરણ ઉભુ કરલ અને તેમની પૈસાની માંગણી ન સંતોષતા અવાર-નવાર લખન કંડોરીયા અમારી તથા અમારા સ્ટાફ પાસેથી ગેરકાયદેસર રીતે પૈસાની માંગણી કરી હતી.

બનાવ અંગે આરટીઓ અધિકારીની ફરીયાદ પરથી ખંભાળીયા પોલીસે પત્રકાર લખન કંડોરીયા રહે. જામનગર, એડવોકેટ સંજય આંબલીયા, રાજુ અને દેવાયત રહે. તમામ ખંભાળીયા સહિત ચારેય શખ્સો સામે આઇપીસી કલમ ૩ર૩, ૩૮૪,૧૮૬, પ૦૪, પ૦૦, પ૦૧, ૧૮ર, ૧૧૪ તેમજ આર્મ એકટની કલમ ૩૦ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(4:07 pm IST)
  • જીએસટીએન નેટવર્ક ઉપર મોટો સાયબર હુમલો : 'જીએસટીએન' નેટવર્ક ઉપર મોટો સાયબર અટેક થયો છે : કેટલાક કલાકો માટે ટેકસ સંબંધિત તમામ કાર્યવાહીઓ થંભાવી દેવામાં આવી છે : ન્યુઝ ફર્સ્ટ જણાવે છે કે સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે. access_time 3:32 pm IST

  • પશ્ચિમ બંગાળના છેવાડાના વિસ્તારોમાં રોહીંગ્યા શરણાર્થીઓના નામ મતદાર યાદીમાં ઉમેરી દેવાયા છે : કેન્દ્રીય ચૂંટણી પંચની દેખરેખ હેઠળ ચૂંટણી યોજવા ભાજપ નેતાઓની માંગણી access_time 5:12 pm IST

  • વન વોર્ડ વન પ્રતિનિધિની અરજી અંગે સુપ્રિમમાં થઈ વધુ સુનાવણી : કાલે સરકાર વતી સોલીસીટર જનરલ તુષાર મહેતા કરશે રજૂઆત : કોંગ્રેસના રાઉત દ્વારા વન વોર્ડ વન પ્રતિનિધિની અરજી અંગે સુપ્રિમમાં સુનાવણી : નરેન્દ્ર રાઉતના વકીલ કપિલ સિબ્બલ છે access_time 6:38 pm IST