Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

ધોરાજીમાં ભૂખી ચોકડી પાસે બસ બાઇક વચ્ચે અકસ્માત : બાઇક ચાલકનું મોત

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૨૧ : ધોરાજીમાં ગઈકાલે ટ્રાવેલ્સ બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલક સુરેશભાઈ કમાણીને ગંભીર ઈજા થતાં સારવારમાં સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયેલ હતાં ત્યા ફરજ પરના તબીબે પ્રાથમીક સારવાર આપીને વધૂ સારવાર માટે જુનાગઢ હોસ્પિટલ ખસેડાતા સારવાર દરમ્યાન સુરેશભાઈ કમાણીનું મોત નિપજયું હતું.

ઉપરોકત બનાવ અંગે ધોરાજી પોલીસે ટ્રાવેલ્સ બસ ચાલક વિરૂધ્ધ ગૂનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

(1:33 pm IST)