Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

અમરેલી જીલ્લામાં ૧૩ શખ્સો સામે પાસા હેઠળ કાર્યવાહી : અશોકકુમાર

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.ર૧ : ભાવનગર રેન્જ ડીઆઇજીપી શ્રી અશોકકુમારઆઇપીએસની અધ્યક્ષતામાં ભાવનગર રેન્જ હેઠળના ભાવનગર, અમરેલી તથા બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીનાઓ સાથે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરાઇ હતી અને ભાવનગર રેન્જમાં ૧૭ ગેંગ કેસ કરી ૮૬ અપરાધીઓને ટક કરાયા છે. જેમાં અમરેલી જીલ્લામાં ૭ ગુનાઓ દાખલ કરી રર અપરાધીઓને જેલમાં ધકેલી દેવાયા છે. જુગારનો ગેર કાયદેસર અડ્ડો ચલાવનાર તથા પ્રોહિબીશનની ગેરકાયદેસર પ્રવૃતિ કરવા ર૧૩ શખ્સો વિરૂદ્ધ પાસા કરવામાં આવેલ જેમાં પપ વોરંટની બજવણી કરવામાં આવેલ છે. જેમાં ભાવનગરમાં-પર, ઇસમો વિરૂદ્ધ પાસા કરવામાં આવેલ છે. જેમાં ૧૬ વોરંટની બજવણી કરવામાં આવેલ છે. અમરેલીમાં ૧ર૬ ઇસમો વિરૂદ્ધ પાસા કરવામાં આવેલ છે જેમાં ૩પ વોરંટની બજવણી કરવામાં આવેલ છે તથા બોટાદ જિલ્લામાં ૩પ ઇસમો વિરૂદ્ધ પાસા કરવામાં આવેલ જેમાં ૪ વોરંટની બજવણી કરવામાં આવેલ છે. લેન્ડગ્રેબીંગના રેન્જમાં પ ગુન્હા દાખલ કરવામાં આવે. જેમાં ભાવનગર-૩ તથા અમરેલી જિલ્લામાં-ર ગુન્હા દાખલ કરવામાં આવેલ છે.

ગેરકાયદેસર પ્રોહિબીશન તથા જુગારની પ્રવૃતિ ચલાવતા હોય તો તાત્કાલીક ભાવનગર પોલીસ કન્ટ્રોલ રૂમ ફોન નં. ૦ર૭૮-રપ૦૩પ૦, અમરેલી પોલીસ કંટ્રોલ રૂમ ફોન નં. ૦ર૭૯ર- રર૩૪૯૮ તથા બોટાદ પોલીસ કંટ્રોલ ફોન રૂમ નં. ૦ર૮૪૯-ર૩૧૪૦૧ પર જાણ કરવામાં આવે છે. જેથી આવી ગેરકાયદેસર પ્રવૃતિઓને નેસ્ત નાબુદ કરી ગુનેગારોને ડામી શકાય. આ બેઠકમાં અમરેલીના એસપીશ્રી નિર્લિપ્ત રાય, ભાવનગરના એસપીશ્રી રાઠોડ, બોટાદના શ્રી હર્ષદ મહેતા, રીડર બ્રાન્ચના શ્રી પી.બી. જાડેજા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

(1:28 pm IST)