Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

એન.સી.યુ.આઇ.માં કોર્પોરેશન કમિટીના ચેરમેન તરીકે દીપકભાઇ માલાણીની વરણી થતા સહકારી ક્ષેત્રમાં ખુશી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ર૧ :  એન સી યુ આઈ કોર્પોરેશન કમિટીમાં ચેરમેન તરીકે શ્રી દીપકભાઈ માલાણી ની વરણી થતા સહકારી ક્ષેત્રમાં આનંદની લાગણી ફેલાઇ હતી.

અમરેલી જિલ્લા માં સહકારી ક્ષેત્ર માં સાવર કુંડલા ખરીદ વેચાણ સંઘ ના પ્રમુખ તરીકે સતત વિશ વર્ષ થી તેમજ ગુજકોમાર્શન માં અમરેલી જિલ્લા નું પ્રતિનિધિત્વ છેલ્લા ઘણા વર્ષ થી કરેછે તેમજ  ભાવનગર ડિસ્ટ્રીક બેંક માં અને માર્કર્ટીગયાર્ડ ના ચેરમેન વિગેરે સહકારી ક્ષેત્રના કદાવર નેતા અને ભામાશા ગણાતા  દીપકભાઈ માલાણીની એન સી યુ આઈ કોર્પોરેશન કમિટી ના ચેરમેન તરીકે વરણી થતા અમરેલી સહકારી જગત માં વ્યાપક ખુશી જોવા મળેલ હતી.

(1:27 pm IST)