Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

મોરબીના વ્યાજખોરે યુવકને બાઇક હડફેટે લઇને મુંઢમાર માર્યો : ખૂનની ધમકી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૧ : મોરબીમાં યુવાનને વ્યાજે લીધેલ રૂપિયાની ઉધરાણી બાબતે ચાર શખ્સોએ યુવાન સાથે ગાડી ભટકાડી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી વ્યાજના રૂપિયાની ઉધરાણી કરી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના શકત શનાળા ગામ નજીક આવેલ સુંદરપાર્ક સોસાયટીમાં પાછળ રહેતા મનસુખભાઈ વેલજીભાઈ ચાવડા પોતાનું મોટર સાઈકલ લઈને જતા હોય દરમિયાન કંડલા બાયપાસ નજીક કામધેનું પાર્ટીપ્લોટ સામે પહોચતા આરોપી બાબાભાઈ જીવણભાઈ જીલરીયા, વરૂણભાઈ જીવણભાઈ, માધવભાઈ જીવણભાઈ અને વિરમ રબારીએ પોતાની ગાડી પુર ઝડપે ચલાવી ફરિયાદી મનસુખભાઈના મોટર સાઈકલને હડફેટે લેતા મનસુખભાઈ નીચે પડી જતા આરોપીઓએ ગાડી દેખતો નથી તેમ કહી મનસુખભાઈને ગાળો આપી આરોપી બાબાભાઈએ લાકડાના વડે માર મારી ઈજા કરી તો આરોપી વરુણ, માધવ અને વિરમ રબારીએ મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદી મનસુખભાઈએ વ્યાજે લીધેલ રૂપિયાની ઉધરાણી કરી ગુન્હો કર્યો હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે તો મોરબી એ ડીવીઝન પોલીસે આઈપીસી ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨). ૨૭૯, ૧૧૪, જીપી એકટ ૧૩૫ તથા ગુજરાત નાણાધીરધાર અધિનિયમ સને ૨૦૧૧ કાયદાની કલમ ૪૦ મુજબ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(11:59 am IST)