Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

ભાવનગર : ડાયમંડ ભરેલા થેલાની લૂંટના કેસમાં આરોપીનો છુટકારો ફરમાવતી કોર્ટ

તપાસમાં બેદકારી અંગે કોર્ટ દ્વારા આકરી ઝાટકણી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.ર૧ : ચકચારી આંગડીયા પેઢીના ડીલીવરીમેન પાસેથી દરોડ રકમ અને ડાયમંડ ભરેલા થેલાની લૂંટ અને હુમલા પ્રકરણ આરોપીને છોડી મુકવા હુકમ કરેલ છે.

સમગ્ર પ્રકરણની તપાસમા, તપાસ કરનાર પોલીસ અધિકારી દ્વારા દેરકારી દાખવવામાં આવતા એસ.પી.ને તેની જાણ કરતો ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટે હુકમ કરાયો હતો.

આ કામના ફરીયાદી નરેન્દ્રભાઇ નરસીભાઇ પટેલ પી. શૈલેષ આંગડીયા પેઢીમાં ડીલીવરીમેન તરીકે નોકરી કરતા હોય ગત તા.૧૩-૪-ર૦૧૩ના રોજ બપોરના સુમારે મોટર સાઇકલ ચલાવી, પાર્સલો લઇ, પાર્સલની કામગીરી પૂરી કરી વિજયરાજનગરમાં આવેલ રૂ.૩,પ૦,૦૦૦નું કેસનું આંગડીયુ લઇ સાથે ત્રણ પાર્સલ સોહમમાંથી લઇ પોતાની પાસેના થેલામાં રાખી રામમંત્ર મંદિર, ડાયમંડ નગરમાં આશરે ૪ વાગ્યાના સુમારે મારૂતી કોમ્પ્લેક્ષમાં ભોંયતળીયે ચાલીને જતા હતા, તે વેળાએ આ કામના આરોપી સુરેશ ઉર્ફે સુરો જીવાભાઇ શેલાણા (ઉ.વ.રર રહે. આઝાદનગર, રામમંત્ર મંદિર સામે), નામનો શખ્સ તથા અન્ય એક સગીરે મોટર સાઇકલ પર આવી ફરીયાદી નરેન્દ્રભાઇ પટેલ પાસેનો થેલો ઝૂંટવવાની કોશિષ કરતા નરેન્દ્રભાઇએ થેલો આપેલ નહીં જેથી આરોપી  સુરેશ ઉર્ફે સુરાએ છરી કાઢી ફરીયાદી નરેન્દ્રભાઇના ડાબા હાથે બાવડાના ભાગે એક ઘા મારી ઇજા પહોંચાડી તથા અન્યની પાછળ બેઠેલા આરોપીઓ ફરીયાદીને બાઇક ઉપરથી પછાડી દીધેલ અને નરેન્દ્રભાઇ પટેલનો કેસ (રોકડ) તથા ડાયમંડ પાર્સલ ભરેલો થેલો ઝૂંટવી લૂંટ કરી નરેન્દ્રભાઇને ઇજા પહોંચાડી નાસી ગયાની સ્થાનિક એ-ડીવી. પો. મથકમાં આ અંગેની ફરીયાદ નોંધાવતા આરોપી સુરેશ ઉર્ફે સુરો શેલાણા સામે ઇપીકો કલમ ૩૯૪, ૩૪ સહિતનો ગુનો નોંધાયો હતો.

આ અંગેનો કેસ ભાવનગર ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ આર.ટી. વચ્છાણીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલની દલીલો, મૌખીક પુરાવા-૧પ, દસ્તાવેજી પુરાવા-ર૧ વિગેરે ધ્યાને લઇ આ કામના આરોપી સુરેશ ઉર્ફે સુરો જીવાભાઇ શેલાણા સામે ભારતીય દંડ સહિતાની (ઇપીકો) કલમ ૩૯૪, ૩૪ મુજબના શિક્ષાપાત્ર ગુનામાંથી ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ ર૩પ(૧), અન્વયે શંકાનો લાભ આપી છોડી મૂકવા અદાલતે હુકમ કર્યો હતો.

(11:51 am IST)