Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

ગીર સોમનાથમાં રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી

પ્રભાસપાટણ : ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તથા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રસ્થાપિત શ્રી ધર્મ ભકિત જિલ્લા લોક વિજ્ઞાન ગીર સોમનાથ દ્વારા રાષ્ટ્રિય યુવા દિવસની ઉજવણી કરવામાં આવેલ જે કેન્દ્રના કો- ઓડિનેટર નરેશભાઈ ગુંદરણીયા દ્વારા જણાવવામાં આવેલ કે અત્યારે કોરોના ના કહેરના હિસાબે શાળા કોલજો બંધ હોવાથી લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઓનલાઇન ના માધ્યમ થી વિવિધ સ્પર્ધાઓનું સુધી આયોજન કરવામાં આવેલ જેમાં ઓનલાઇન નિબંધ સ્પર્ધા, ઓનલાઇન કિવઝ સ્પર્ધા તથા વેબીનાર રાખવામાં આવેલ. એકેડેમી કોર્ડીનેટર વિજયભાઈ કોટડીયાએ જણાવેલ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ જે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે પણ ઉજવાય છે. સ્વામી વિવેકાનંદજીના જીવનના પ્રસંગોને યાદ કરી સમગ્ર યુવાઓને ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યોને જીવનમાં આત્મસાત કરી માનવતાની સેવા તથા રાષ્ટ્રીય ઉત્થાન માટે વધુ દ્રઢ સંકલ્પ થવા સંદેશો આપી આહવાન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૧ લોકોએ ભાગ લીધેલ હતો. ઓનલાઈન કિવઝનું પણ આયોજન કરવામાં આવેલ આ કિવઝ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાંથી કુલ ૧૧૪ સ્પર્ધકોએ ભાગ લીધેલ આ તમામ સ્પર્ધકોને લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઓનલાઇન પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવેલ. નિબંધ સ્પર્ધામાં કેટેગરી (એ) ધોરણ ૬ થી ૮ (બી) ધોરણ ૯ થી ૧૨ તેમજ કેટેગરી (સી) કોલેજ કક્ષા માટે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું આ ત્રણેય કેટેગરીમાં કુલ ૫૩ સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો. ભાગ લીધેલ તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર તથા ત્રણે કેટેગરીમાં એક થી ત્રણ નંબર આવેલને રોકડ પુરસ્કાર આપી પુરસ્કૃત કરવામાં આવેલ. ઓનલાઇન  વિવિધ સ્પર્ધા યોજાઇ તે તસ્વીર.(તસ્વીર : દેવાભાઇ રાઠોડ, પ્રભાસ પાટણ)

(11:46 am IST)