Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

ઉપલેટાના પાટણવાવ રોડ પર રિક્ષા અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત

(ભરત દોશી દ્વારા) ઉપલેટા, તા.૨૧: ઉપલેટા શહેરથી બે કિલોમીટર દૂર પાટણવાવ રોડ પર એક મોટરસાયકલ અને માલવાહક રીક્ષા વચ્ચે પુલ પર અકસ્માત થયો હતો. મોટરસાયકલ ચાલક બંને વ્યકિતને ઇજા થતા તાત્કાલિક તેમને ૧૦૮ મારફત ઉપલેટાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ બંને મોટરસાયકલ ચાલકો શૈલેષભાઈ બાબુભાઈ અઘેરા ઉ.વ.૪૦ રહે ચુડવા તાલુકો માણાવદર,દીપ કુમનભાઈ ગોઠી ઉ.વ.૨૫ રહે સરદારગઢ તાલુકો માણાવદર આ બંને વ્યકિત ઉપલેટાથી પોતાના ગામે જઈ રહ્યા હતા તે દરમિયાન સામેથી આવતી માલવાહક રિક્ષા સાથે મોટરસાયકલ અથડાતા બંને જણાને જમણા પગમા ફ્રેકચર થયુ હતુ.

(11:44 am IST)