Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

સુરેન્દ્રનગરનાં દેદાદરા અને ઝમ્મર નજીક ડમ્પર-ટ્રક વચ્ચે અકસ્માતમાં ૧ મોત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ર૧ : સુરેન્દ્રનગર જિલ્લા ના દેદાદરા ઝમ્મર રોડ ઉપર ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા પામ્યા છે જેમાં ઘટના સ્થળે એક વ્યકિતનું મોત નિપજવા પામ્યું છે.

ત્યારે  સુરેન્દ્રનગર  હાઇવે પર દેદાદાર ને ઝામર ગખમર એકિસડન્ટ થતા ૧ નું મોત નિપજીયું છે. અને એક નો આબાદ બચાવ થયો દેદાદાર શ્રીરામ પેપરમિલ પાસે ટ્રક જીજે-૧૦ ટીવી-૭૭૧૦ ની પાછળ ડમ્પર જીજે.૧૩.એટી-૦૮૭૮  ઘુસી જતા એકિસડેન સર્જાયો હતો ટ્રક ને પંચર પડીયું હતું ને ટ્રક નો ડ્રાઇવર ત્યાં નીચે બેસી ને પંચર કરતો હતો તે સમયે  પાછળથી આવતું ડમ્પર ટ્રક ની પાછળ ઘુસી જતા ટ્રક નીચે આવી જતા અને ઢસડાતા એક વ્યકિતનું મોત નિપજવા પામ્યું છે.

ત્યારે આ બાબતની પ્રાથમિક તપાસ  કરવામાં આવતા ડમ્પર ના ડ્રાઇવરનું નું નામ છે ધીરુભાઈ નિમુભાઈ પઢાર ગામ ગાઢાદ ઉમર વર્ષ ૪૦ હોવાનું ખુલવા પામ્યું હતું ત્યારે વઢવાણ પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તે પહેલા ૧૦૮ લખતર ને જંકરવા મા આવી તેના પાઇલટ ધર્મેન્દ્રસિંહ જાડેજાને TMT  વિપુલભાઈ મુંજપરા તેઓને સારવાર અર્થે સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ માં ખસેડાયા હતા ને ત્યાંના હાજર ડોકટરે ટ્રક ના ડ્રાઈવરને મૃત જાહેર કર્યા હતા.

ત્યારે વઢવાણ પોલીસ ઘટના સ્થળે દોડી જઇ અને પીએમ સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતનો ગુનો નોંધી વઢવાણ પોલીસ દ્વારા આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

(11:43 am IST)
  • બિહારમાં ગાઢ ધુમ્મસ છવાયું : બિહારમાં આજે મુઝફ્ફરંગર સહિત અનેક શહેરોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે. સવારે વિઝિબિલિટી ખૂબ જ ઓછી થઈ ગઈ હતી. access_time 12:51 pm IST

  • દેશમાં ૧૦ લાખ લોકોને કોરોના વેકસીન આપી દેવામાં આવી આજે સાંજે ૬ વાગ્યા સુધીમાં ભારતમાં દસ લાખ લોકોને કોરોના વેક્સિન અપાઇ ચૂકી છે access_time 7:56 pm IST

  • બિપિન રાવત રફાલ લડાકુ વિમાન ઉડાડશે : દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવત નવા આવેલા રાફેલ ફાઈટર પ્લેન ઉડાડશે, તેમ જાણવા મળે છે. access_time 12:49 pm IST