Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

ગુજરાત અને ગુજરાતીઓની સુખાકારી માટે પ્રાર્થના : શ્રી સોમનાથ મહાદેવ જ્યોર્તિલિંગની મહાપૂજા - અર્ચના કરતા વિજયભાઇ રૂપાણી

વેરાવળ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આજે સોમનાથ મંદિર ખાતે સવારે શ્રી સોમનાથ મહાદેવ જયોતિર્લિંગની મહાપૂજા-અર્ચના-દર્શન કરીને ગુજરાત અને ગુજરાતીઓની સુખાકારી માટે પ્રાર્થના કરી આશીર્વાદ મેળવ્યાહતા. આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રીએ સોમનાથ મંદિર ખાતે ધ્વજા પૂજા કરીને ધ્વજારોહણ તેમજ વીર શહીદ હમીરજી સ્મારકને પુષ્પ અર્પણ કર્યા હતા.

આ પ્રસંગે જૂનાગઢના સાંસદ શ્રી રાજેશભાઇ ચુડાસમા, શ્રીમતી અંજલીબેન રૂપાણી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી માનસિહ પરમાર, ભાજપ પ્રદેશ અગ્રણીશ્રી નીતિન ભારદ્વાજ, ભાજપ અગ્રણી શ્રી ઝવેરીભાઇ ઠકરાર, જિલ્લા કલેકટરશ્રી અજય પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવર, રેન્જ આઇજી શ્રી મનિન્દર પવાર, જિલ્લા પોલીસ વડા શ્રી રાહુલ ત્રિપાઠી, સોમનાથ ટ્રસ્ટના મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા સહિત સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર - અહેવાલ : દિપક કક્કડ, વેરાવળ)

(11:40 am IST)