Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

કચ્છ : પોલીસે ક્રુરતાની હદ વટાવી : શકમંદના ગુદાના ભાગે પેટ્રોલ મુકયું : વીજ શોક આપ્યો : યુવકનું મોત

મુંદ્રા પોલીસ સ્ટેશનના ત્રણ કર્મીઓએ ક્રૂરતાની હદ વટાવી દીધી : ચોરીની શંકામાં યુવકને ગોંધી રાખીને ઢોર માર માર્યો : ત્રણેય કર્મી સામે હત્યાનો ગુનો દાખલ : પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવા ઇન્કાર

ભુજ તા. ૨૧ : કચ્છ જિલ્લાના મુંદ્રા પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથનો મામલો સામે આવ્યો છે. અહીં એક યુવકને પોલીસે ચોરીની શંકાના આધારે ગેરકાયદે રીતે પૂરી રાખ્યો હતો. આ દરમિયાન ઢોર માર મારતા તેનું મોત થઈ ગયું હતું. મોતના બનાવ બાદ યુવકને ગોંધી રાખનાર ત્રણેય ખાખાધારી ગુંડાઓ ફરાર થઈ ગયા છે. મળતી માહિતી પ્રમાણે યુવકને એટલી હદે ત્રાસ આપવામાં આવ્યો હતો કે તેનું મોત થઈ ગયું છે. જે બાદમાં યુવકના પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. પોલીસે ક્રૂરતાની હદ વટાવતા યુવકને ગુદાના ભાગે પેટ્રોલના પોતા મૂકયા હતા. એટલું જ નહીં તેને વીજળીના ઝટકા આપવામાં આવ્યા હતા. યુવકના મોત બાદ અન્ય બે યુવકોને પણ ચોરીના શંકાના આધારે પોલીસે ગોંધી રાખ્યાનું માલુમ પડ્યું હતું. આ લોકોને પણ ગુદાના ભાગે વીજ શોક આપવામાં આવ્યો હતો

આ મામલે પશ્ચિમ કચ્છ જિલ્લા સહાયક પોલીસ અધિક્ષક જે. એ. પંચાલ અને પ્રાંત અધિકારી ચૌધરીની હાજરીમાં મુંદ્રા પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના ત્રણ લોકો વિરુદ્ઘ હત્યા અને શકમંદને ગેરકાયદે રીતે ગોંધી રાખવાનો ગુનો નોંધ્યો છે. પોલીસે શકિતસિંહ ગોહિલ,અશોક કનાદ અને જયદેવસિંહ ઝાલા નામના ત્રણ કર્મી સામે ગુનો નોંધ્યો છે. જોકે, ત્રણેય આરોપીઓ શકમંદનું મોત થયું ત્યારબાદથી ફરાર થઈ ગયા છે. આ મામલે ડીવાયએસપી કક્ષાના પોલીસ અધિકારીને તપાસ સોંપવામાં આવી છે.

 આ કેસની વિગત એવી છે કે ૨૭ વર્ષીય અરજણ ખોરાજ ગઢવીને ગત તા. ૧૩ના પોલીસે પાર્સલ આવ્યાનું કહીને બોલાવ્યો હતો. મૃતક સમાઘોઘા ગામનો વતની હતો. સમાઘોઘા ગામ ખાતે થયેલી ૧.૯૫ લાખની ચોરીના શંકામાં યુવકને પોલીસે બોલાવ્યો હતો અને ગેરકાયદે રીતે ગોંધી રાખીને માર માર્યો હતો. યુવકને ઢોર માર મારવામાં આવ્યા બાદ તેનું નિધન થઈ ગયું હતું

આ અંગે ગઢવી સમાજના પ્રમુખ એવો પણ આક્ષેપ કર્યો છે કે પોલીસ કસ્ટડીમાં મોત બાદ પીલોસે આ મોતને હૃદયરોગના હુમલાથી મોતના કેસમાં ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મોતના સમાચાર ફેલાઈ જતાં પોલીસને કાર્યવાહી કરવાની ફરજ પડી છે. આ દરમિયાન અન્ય બે યુવકોને પણ પોલીસે ગેરકાયદે રીતે ગોંધી રાખીને માર માર્યાનું સામે આવ્યું છે.

આ બંને યુવકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આ યુવકોને ગુદાના ભાગે વીજ કરંટ આપવામાં આવ્યો હતો. એટલું જ નહીં, આ અંગે જે વીડિયો સામે આવ્યો છો તેમાં જોઈ શકાય છે કે યુવક ચાલી પણ નથી શકતો. યુવકને એટલો માર મારવામાં આવ્યો છે કે તે જમીન પર પગ પણ મૂકી શકતો નથી. તેનું આખું શરીર સુજી ગયેલું દેખાય છે.

(11:08 am IST)
  • બિપિન રાવત રફાલ લડાકુ વિમાન ઉડાડશે : દેશના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવત નવા આવેલા રાફેલ ફાઈટર પ્લેન ઉડાડશે, તેમ જાણવા મળે છે. access_time 12:49 pm IST

  • રામ મંદિર નિર્માણ માટે વિજયભાઈએ ૫ લાખ અને રામભાઈ મોકરિયાએ ૧૧ લાખ જાહેર કર્યા: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટ ખાતે શ્રેષ્ઠઈઓની બેઠકમાં અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે પાંચ લાખ રૂપિયાના દાનની જાહેરાત કરી છે, જ્યારે મારુતિ કુરિયર પ્રાઇવેટ લિમિટેડના શ્રી રામભાઈ મોકરિયાએ રામ મંદિર નિર્માણ માટે ૧૧ લાખ રૂપિયાની જાહેરાત કરી હતી. access_time 12:19 am IST

  • તાંડવના નિર્માતા અને કલાકારો વિરૂદ્ધ મુંબઈના ઘાટકોપરમાં એફઆઈઆર દાખલ : મુંબઈના ઘાટકોપર પોલીસ સ્ટેશનમા તાંડવ વેબસીરીઝના નિર્માતાઓ અને કલાકારો વિરૂદ્ધ આઈપીસી કલમ ૧૫૩-એ, ૨૯૫-એ અને ૫૦૫-૨ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે access_time 5:09 pm IST