Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ જેતપુર તાલુકાના વધુ ૧૬૦૦ લાભાર્થી નો સમાવેશ થયો

બાંઘકામ શ્રમિક. દિવ્યાંગ. વિધવા સહાય ગંગા સ્વરૂપ મહીલા . અને વૃદ્ધ પેન્શનરને લાભ પ્રાપ્ત થયાં

જેતપુર : રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમગ્ર ગુજરાતમાં દસ લાખ પરીવારના ૫૦ લાખ લાભાર્થીઓને યોજનાનો વધુ લાભ આપવા નો મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રારંભ કરાવ્યો છે એ સંદર્ભે જેતપુર તાલુકાના વધુ ૧૬૦૦ લાભાર્થીઓને આ યોજનામાં સમાવેશ થતાં જેતપુર લેઉવા પટેલ સમાજ વાડી ખાતે અભિવાદન કાર્યક્રમ યોજયો હતો .

આ કાર્યક્રમને મનસુખ ભાઈ ખાચરિયાએ અગ્રણીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકેલ.આ પ્રસંગે જેતપુર માર્કેટિંગ યાર્ડના ચેરમેન દિનેશભાઈ ભુવા એ તેનાં પ્રસંગિક પ્રવચનમાં જણાવ્યું કે રાજ્ય સરકારની જાહેર અન્ન વિતરણ વ્યવસ્થા ખુબજ સરહનીય છે  અને આ યોજના હેઠળ  લાભાર્થીને વધુમાં વધુ પરીવારને લાભ મળતો થાય તે માટે સરકાર દ્વારા નિર્ણયો લીધા છે એ ખુબજઆવકાર્ય અભિગમ છે . એ ઉપરાંત  ગામડાનાં ખેડૂતોને પણ તેનાં પાક ઉત્પાદનનો પોષણક્ષમ ભાવ  પ્રાપ્ત થાય તે ખેડૂતોનું  સ્વપ્ન ફળીભૂત થયુ છે   આ રાજ્ય સરકારની ખેડુત લક્ષી નીતિને આભારી છે . આ પ્રસંગે જેતપુર તાલુકાના વધુ લાભાર્થીઓને રાશન કાર્ડ ઉપસ્થીત  મહાનુભાવો હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા.

  સરકારના આ યોજનાકીય નિર્ણય મુજબ જેતપુર તાલુકામાં બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હેઠળ નોંધાયેલ લાભાર્થીઓ. દિવ્યાંગ લાભાર્થી, વૃદ્ધ પેન્શન મેળવતા લાભાર્થીઓ, અને ગંગાસ્વરૂપ વિધવા સહાય મેળવતા બહેનો મળી કુલ ૧૬૦૦  જેટલા નો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો હેઠળ સમાવેશ કરવામાં આવેલ છે જેમાં ૪૮૫૫ વ્યક્તિ  લાભાર્થીઓ બન્યા  છે  કાર્યક્રમને પ્રસંગે જીલ્લા પુરવઠા અધિકારી અને ડે કલેક્ટર પુજાબેન બાવળા એ સર્વ ને આવકરેલ હતા જયારે  ગોરધનભાઈ ધામેલીયા ચેરમેન રાજકોટ ડેરી. જેન્તી ભાઈ રામોલિયા ડાઈગ એસોસિએશન પ્રમુખ, સુરેશ સખરેલિયા, રાજુભાઈ ઉસદડિયા, રમેશભાઈ જોગી,  દિનકરભાઇ ગુંદારિયા, મામલતદાર વિજય કારીયા, તા.  મામલતદાર  ગીનિયા, સહીત મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યા હતા
 ઉપસ્થીત લાભાર્થી  ઓ એ  કાર્યક્રમ પ્રસંગે  મુખ્ય મંત્રી ના કેશોદ ખાતે આયોજિત  અન્ન સલામતી કાયદા હેઠળ વધુ લાભાર્થી  સમાવિષ્ઠ થયાં છે તે  અભિવાદન કાર્યક્રમ ને  લાઇવ નિહાળ્યો હતો

(9:44 pm IST)