Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

માળીયાહાટીના ફોરેસ્ટ નર્સરીની સામેથી દારૂનો જથ્થો શેરડીની આડમા છુપાવ્યો 'તો

જુનાગઢ તા.૨૧: રેન્જના આઇ.જી.પી. મનીંદર પ્રતાપસિંહ પવાર સુચનાથી જુનાગઢ જીલ્લાના પોલીસ વડા સૌરભસિંઘના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલ પ્રોહી.ની બદીને સદંતર નાબુદ કરવાની ઝુંબેશનાં ભાગરૂપે માંગરોળ ડીવીજનના ઇ/ચા.ડી.વાય.એસ.પી.શ્રી જે.બી.ગઢવીના સુપરવિઝન હેઠળ માળીયા હાટીના પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. એચ.વી.રાઠોડ તથા એએસઆઇ વાય.એન.વાળા તથા એચસી એન.એન.ડાંગર એચસી દીપસીંહ જોગીદાસ તથા પીસી અમીતભાઇ કરશનભાઇ તથા પીસી બોદુભાઇ અબ્દુલભાઇએ રીતેના પ.સ્ટાફના માણસો પેટ્રોલીગમા હતા.

તે દરમ્યાન તા.૨૦-૧-૨૦૨૦ના રાત્રીના ક.૨૦/૧૫નાં સુમારે માળીયા હાટીનાથી આંબેચા ગામ તરફના રોડ ઉપર ફોરેસ્ટની નર્સરી સામે ડામર રોડ ઉપર બોલેરો પીકઅપ વાહન રજી.નંબર જીજે-૧૧-ટીટી-૯૬૬૧ના ઠાઠામાં શેરડીના આગરા કુચાની આડમા છુપાવેલો ભારતીય બનાવટનાં પરપ્રાંતનાં ઇંગ્લીશ પીવાના દારૂની જુદી જુદી બ્રાન્ડની પ્લાસ્ટીકના ચપ્ટાઓ તથા કાચની નાની બોટલ કુલ નંગ ૩૦૭૨ કીમત રૂપીયા ૩,૦૭,૨૦૦ તેમજ દારૂની હેરાફેરીમા ઉપયોગમાં લીધેલ વાહન જીજે-૧૧-ટીટી-૯૬૬૧ કી.૪,૦૦,૦૦૦ મળી કુલ મુદામાલ કિ.રૂ.૭,૦૭,૨૦૦ નાં ગે.કા.પ્રોહી. મુદામાલ સાથે ઇંગ્લીશ પીવાના દારૂની હેરાફેરી કરી વાહન ચાલકએ હાજર મળી નહી આવી ગુન્હો કરેલ હોય જે અંગે આરોપી વિરૂધ્ધ માળીયા હાટીના પો.સ્ટે.માં પ્રોહીબીશનધારા હેઠળ ગુન્હો રજી.થયેલ જેની આગળની તપાસ પો.સબ ઇન્સ. એચ.વી.રાઠોડ માળીયા (હાટીના) પો.સ્ટે.નાઓ ચલાવે છે.

(3:52 pm IST)