Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

ગધેથડ આશ્રમે રવિવારે શ્રી ગાયત્રી યજ્ઞ

સંતશ્રી લાલબાપુના શુભાશીષ સાથે આયોજનઃ યુવા ટીમ દ્વારા તડામાર તૈયારીઓ : પૂ.લાલબાપુ તથા પૂ.રાજુભગત ૨૭ જાન્યુઆરી સોમવારથી અનુષ્ઠાનમાં બેસી જશે

રાજકોટ,તા.૨૧: પૂજય ગુરૂદેવ સંતશ્રી લાલબાપુ તથા પૂ.રાજુભગત  તથા પૂ.દોલુભગતના આશિર્વાદથી રવિવાર તા.૨૬ જાન્યુઆરીના રોજ શ્રી ગાયત્રી યજ્ઞનું શ્રી ગાયત્રી આશ્રમ, ગધેથડ મુકામે આયોજન કરાયું છે.

તા.૨૬ના રવિવારે સવારે ૭ વાગે યજ્ઞનો પ્રારંભ થશે. ૧૧ વાગ્યાથી ભોજન પ્રસાદ શરૂ થશે. બપોરે ૨ વાગે યજ્ઞની પૂર્ણાહુતી થશે. આયોજનને સફળ બનાવવા સર્વશ્રી રઘુવીરસિંહ મધુભા વાળા, સુખદેવસિંહ મધુભા વાળા (વોર્ડ નં.૧૩, રાજકોટ ભાજપ ઉપપ્રમુખ), ઘનશ્યામસિંહ મધુભા વાળા, વનરાજસિંહ રવુભા ચુડાસમા, કનકસિંહ રવુભા ચુડાસમા, વિરમદેવસિંહ બટુકસિંહ ગોહીલ, ધર્મેન્દ્રસિંહ હનુભા જાડેજા, ગજેન્દ્રસિંહ હનુભા જાડેજા, કિશોરસિંહ હનુભા જાડેજા જહેમત ઉઠાવી રહ્યા છે.

શુભ સ્થળઃ પૂજય સંતશ્રી લાલબાપુ ગુરૂશ્રી મગનલાલ શાસ્ત્રી, શ્રી ગાયત્રી આશ્રમ, ગધેથડ, તા.ઉપલેટા, જી.રાજકોટ, વધુ વિગતો માટે સુખદેવસિંહ વાળા મો.૯૦૯૯૪ ૦૫૦૪૦ ઉપર સંપર્ક સાધવો. ભાવિકભકતોને દર્શનનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

(3:41 pm IST)