Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

જુનાગઢ કોળી સમાજ દ્વારા સમુહ લગ્નની મીટીંગ યોજાઇ

જુનાગઢઃ તાલુકા કોળી સમાજ સમુહ લગ્નની વાલી મીટીંગનું આયોજન કર્યુ હતું જેમાં વિવિધ મુદે ચર્ચા કરવામાં આવી હતી.આ સંમારભમાં અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રમુખ બટુકભાઇ મકવાણા, બી.જે.પી. શહેર મંત્રી ભરતભાઇ બાલસ, ધીરૂભાઇ ચૌહાણ, મોહનભાઇ માંડવીયા, ખીમજીભાઇ મોકરિયા, ભીમજીભાઇ વાઘેલા, એડવોકેટ યોગેશ બાલસ, કડવાબાપા કરણિયા, પંકજભાઇ ભરડા, કાનભાઇ ધરસેંડા, મહેશ વાસણ, ભુપતભાઇ વડેચા, કાળુભાઇ વાધેલા, રવજીભાઇ ઉગ્રેજા, કનુભાઇ મકવાણા, અનિલભાઇ પરમાર, વ્રજલાલ દેગામા, ગોવિંદભાઇ ઉગ્રજા, રમેશભાઇ ચાવડા, મેણસીભાઇ સારીયા તેમજ ૩૦ દીકરીઓ તથા૩૦ દીકરાઓના વાલીઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ રમેશભાઇ બાવલિયા, મંત્રી મનુભાઇ ઝાલા, કે.ડી.સગારકા, દર્પણ કુનપરા, સંજય વાઢેર શૈલેષ વાઢીયાએ જહેનત ઉઠાવી રહ્યા છે.

(12:54 pm IST)