Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

જામનગર ન્યુઝ પેપર વિતરક મંડળ દ્વારા ૧૩મું વાર્ષિક અધિવેશનઃ જામનગરથી રાજસ્થાનના અજમેર-પુષ્કરનો પ્રવાસ

જામનગર, તા.ર૧ : વર્ષના ૩૬પ માંથી ૩૬૦ દિવસ અને દરેક દિવસના ર૪ કલાકમાંથી લગભગ ૧૮ કલાક કાર્યરત રહેતા અખબારી વિતરકો માટે શિયાળો, ઉનાળો, ચોમાસુ... બધી ઋતુ સરખી જ હોય છે. તેમના જીવનમાં વસંત ઋતુ એટલે માત્ર ર૬ જાન્યુઆરીનો દિવસ. આ દિવસે તમામ વિતરકો વર્ષભરની મથામણ એકબાજુ મૂકીને એક દિવસના પ્રવાસ માટે રવાના થાય છે. જામનગર ન્યુઝ પેપર વિતરક મંડળ પણ છેલ્લા ૧ર વર્ષથી દર ર૬ જાન્યુઆરીની રજા દરમિયાન વાર્ષિક અધિવેશન અને પ્રવાસનું આયોજન કરે છે. આ પરંપરા જળવાઇ રહે અને મંડળના સભ્ય-વિતરકો મોજ માણી શકે તે હેતુથી દર વર્ષે એક દિવસનું કરાતું આયોજન આ વખતે બે દિવસનું કરવામાં આવ્યું છે. તા. રપ જાન્યુઆરીને સવારે ૧૧-૦૦ વાગ્યે જામનગરથી નિકળી અજમેર-પુષ્કર પ્રવાનસં આયોજન કરવામાં આવ્યું છે. જામનગરના જૂના રેલ્વે સ્ટેશન પાસેથી રપ જાન્યુઆરીને રવિવારે સવારે ૧૧-૦૦ વાગ્યે પ્રવાસની બસ રવાના થઇ જામનગરથી નિકળી રાજસ્થાનના અજમેર તથા પુષ્કરનો પ્રવાસ કરી અન્ય જોવા લાયક સ્થળોની મુલાકાત લઇ તા. ર૭ ને સોમવારના રાત્રે પરત ફરશે. તો આ પ્રવાસમાં જોડાવવા માંગતા જામનગર ન્યુઝ પેપર વિતરક મંડળના સભ્યોએ પ્રમુખ લાલુભા પી. જાડેજા (મો.નં. ૯૮ર૪ર ૪૮૩૭૩), મંત્રીશ્રી સુરેશ રૂપારેલ (મો.નં. ૯૭ર૩૬ ૯૦૧૮પ), ખજાનચી મનોજભાઇ ચૌહાણ (મો.નં. ૯૮રપ૦ ર૧૦૪૦), ઉપપ્રમુખ દિનેશભાઇ ચોખલીયા (મો.નં. ૯૪ર૮૭ ર૭૬૪૮) તથા પૂર્વ પ્રમુખ કે.પી. જાડેજા (મો.નં. ૯૩ર૮૧ ૦૪૧૮ર) તેમજ દિલાવર બ્લોચ (મો.નં. ૬૩પપ૪ રપર૧પ)નો સંપર્ક કરવો. મર્યાદિત સંખ્યા હોય, વ્હેલો તે પહેલાના ધોરણે નોંધણી કરવામાં આવશે.

(11:37 am IST)