Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

ઉનાના ગાંગડામાં જુગાર રમતા ૧૧ હજારની રોકડ સાથે ઝડપાયા

ઉના તા. ૨૧ : તાલુકાના ગાંગડા ગામે પૈસાની હારજીતનો જુગાર રમતા ૩ શખ્સોને ૧૧૨૪૦ની રોકડ સાથે ઉના પોલીસે પકડી પાડેલ.

ઉનાના પોલીસ ઇન્સ્પેકટર વિજયભાઇ એમ. ચૌધરીની સુચનાથી પોલીસ હેડ કોન્સ્ટેબલ એસ.કે.સોલંકી તથા સ્ટાફે બાતમીના આધારે ગાંગડા ગામમાં જાહેરમાં ગંજીપતાનથી તીનપતીનો જુગાર રમતા ઇસુબ જમાલભાઇ ઘાંચી રે. ટીંબી તા. જાફરાબાદ, અલ્તાફ ઇબ્રાહીમ રે. ગાંગડા, સલીમભાઇ રે. ગાંગડાવાળાને ગંજીપતા તથા રોકડા રૂપિયા ૧૧ હજાર ૨૪૦ સાથે પકડી ઉના લાવી ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

(11:36 am IST)