Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

વિરપુરમાં સત્ય, પ્રેમ, કરૂણાનો ત્રિવેણી સંગમઃ પૂ.મોરારીબાપુ

વિરપુરમાં પૂ.જલારામબાપાએ શરૂ કરેલ અન્નક્ષેત્રના ૨૦૦ વર્ષ પૂર્ણ થતા આયોજીત ''માનસ સદાવ્રત'' શ્રીરામકથાનો ચોથો દિવસ

વીરપુર (જલારામ), તા.૨૧:વીરપુર ગામે જલારામબાપાએ શરૂ કરેલ સદાવ્રતને બસો વર્ષ થયાની ઉજવણીની ભાગરૂપે ચાલી રહેલ મોરારીબાપુની રામકથામાં બાપુએ રામનું નામ લો એટલે રામ, કૃષ્ણ અને શંકર ત્રણેયનું નામ આવી જાય તે સમજાવ્યું હતું. આજે શ્રીરામકથાનો ચોથો દિવસ છે.

અન્નક્ષેત્ર સદાવ્રતની દ્વિ શતાબ્દી મહોત્સવની ઉજવણીને ભાગરૂપે વીરપુર ગામે ચાલી રહેલ રામકથાના ત્રીજા દિવસે મોરારીબાપુએ સમજાવેલ કે રામનું નામ લો એટલે રામ, કૃષ્ણ અને શંકર ત્રણેય નામ આવી જાય. જેમાં રામમાં ર એટલે રામ રને કાનો એટલે કૃષ્ણ અને મ એટલે મહેશ ભગવાન શંકર ઉપરાંત વીરપુરમાં સત્ય, પ્રેમ અને કરુણાનો ત્રિવેણી સંગમ જેમાં સત્ય એટલે ભોજલરામબાપા પ્રેમ એટલે જલારામબાપા અને કરુણા એટલે વીરબાઈ માઁ માટે જ તીરથ રાજ નામ કહું છું.

જયારે બાપુએ ભ્રષ્ટાચાર પર ચાબખા મારતું એક ઉદાહરણ આપતા જણાવેલ કે, પેંશનર હોય તેને જીવીત હોવાની ખરાઈનું પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે જેમાં એક પેંશનર પરિચિત એક કર્મચારી પાસે પોતે જીવીત હોવાની ખરાઈ કરવા ગયો તો તે કહે હું એમ તમને ન ઓળખું તમો કંઇક ખરાઈનો પુરાવો આપો જેથી પેંન્શરે જે પુરાવો માંગ્યો તે આપ્યો પણ અધિકારી ન માન્યો, જેથી પેંશનર ખરાઈનો મતલબ સમજી ગયો અને પૂછ્યું કેટલા રૂપિયાવાળા કાગળમાં ખરાય થાય, અધિકારીએ કીધું બસો, અને રૂપિયા આપતા જ કર્મચારી કયે અરે હું તો તમને ઓળખું છું આપના દ્યરે ચા પણ પી ગયો છું આલ્યો તમારું ઓળખપત્ર એટલે કામમાં નકદ નારાયણનો ત્યાગ કરજો.

આજે ચોથા દિવસે બાપુની કથા સ્થળે કદાચ પ્રથમવાર ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેમાં સાંજના સાડા ચાર વાગ્યે ગુજરાતી ગાયિકા ઐશ્વર્યા મજમુદાર ગરબાના તાલે શ્રોતાઓ તેમજ ખેલૈયાઓને ઝુમાવશે.

(11:36 am IST)