Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

પૂર્વ કચ્છના વાગડમાં ટ્રેકટરમાંથી અને મોબાઈલ ટાવર ઉપરથી પડી જવાના અલગ અલગ બનાવમાં ત્રણ મોત

ભુજ,તા.૨૧: ભચાઉના મોટી ચીરઈ ગામના રણ વિસ્તારમાં ટ્રેકટર સાથે જઈ રહેલાં પ્રવીણ હરજી દ્યોદ્યા (ઉ.૩૨) ખાડાના કારણે ઉથલી પડતાં ગંભીર ઈજાઓના કારણે તેમનું મોત નીપજયું હતું. બીજા બનાવમાં ભચાઉ મધ્યે આવેલ સેન્ચુરી પ્લાયવુડ ફેકટરીમાં માલની હેરફેર દરમ્યાન ટ્રેકટર પરથી પડી જતાં મૂળ મધ્યપ્રદેશના અર્જુનપ્રસાદ કૌલ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને વતન રીવા મધ્યપ્રદેશ સારવાર માટે લઈ જવાયા હતા પણ ત્યાં તેમનું મોત નીપજયું હતું. ત્રીજા બનાવમાં રાપરના નિલપર ગામે બીએસએનએલના મોબાઈલ ટાવર પર રિપેરિંગ માટે ચડેલા ૪૦ વર્ષીય કર્મચારી મોહન દલાભાઈ વણઝારા પટકાઈ જતાં ગંભીર ઈજાઓ થઈ હતી. તેમનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. પોલીસે ત્રણે બનાવમાં અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:36 am IST)