Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

વિંછીયા તાલુકાના આંકડીયામાં સૌની યોજના હેઠળ ચાલતા નબળા કામની તપાસ કરીને પગલા ભરવા માંગણી

જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ અવસરભાઇ નાકીયાની રજૂઆત

આટકોટ તા.૨૧ : રાજકોટ જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ અવસરભાઇ કાનજીભાઇ નાકીયાએ રાજયના નર્મદા જળસંપતિ વિભાગના મુખ્ય ઇજનેર અને અધિક સચિવશ્રીને પત્ર પાઠવીને રાજકોટ જીલ્લાના વિંછીયા તાલુકાના આંકડીયા ગામે સૌની યોજના હેઠળ ચાલતા નબળા કામની તપાસ કરીને પગલા ભરવા માંગણી કરી છે.

તેઓએ વધુમાં જણાવ્યુ છે કે, રાજકોટ જીલ્લાના વિંછીયા તાલુકાના આંકડીયા ગામે સૌની યોજના હેઠળની કામગીરી પ્રગતિ હેઠળ છે મંજુર કરવામાં આવેલ કામમાં આંકડીયાથી ખંભાળા (જં) તરફ પાઇપલાઇન નાખતી વખતે પાઇપલાઇન માફ કર્યા વગર ઉતારવામાં આવી છે. પાઇપલાઇનની ઉંડાઇ અંદાજપત્રકની જોગવાઇ અંદાજે ૧૨ ફૂટની ઉંડાઇ લેવામાં આવતી નથી. ડેમના સંપના પંપ હાઉસના બાંધકામની કમગીરી પણ નબળી કરવામાંઆવે છે. જવાબદાર ઇજેનેરો કામની સાઇટ ઉપર હાજર રહેતા નથી અને કોન્ટ્રાકટર સાથે સાંઠ ગાઠ કરી ભ્રષ્ટાચાર આચરે છે. સરકારશ્રી દ્વારા વિકાસના કામો માટે લાખો રૂપિયાની રકમ ફાળવવામાં આવે છે જેનો યોગ્ય રીતે સિંચાઇ વિભાગના અધિકારીઓ કરતા નથી. પાઇપલાઇન નબળી ગુણવતા વાળી નાખવામાં આવે છે. જેના કારણે ભવિષ્યમાં લાઇન તુટી જવા કે પુરતી ઉંડાઇ લેવામાં ન આવતા પાણીના પ્રેસરથી પાઇપલાઇન જમીન ઉપર આવી જવાનો ભય છે. જેથી ગ્રામજનો ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. અંદાજપત્રકની જોગવાઇ મુજબ કરવામાં આવે અને જયા સુધી કામની ગુણવતાની ચકાસણી ન થાય ત્યાં સુધી કામગીરીને અટકાવવા અને નબળી કામગીરી સબબ જવાબદાર ઇજનેરો સામે પગલા ભરવા અંતમાં અવસરભાઇ નાકીયાએ માંગણી કરી છે.

(11:36 am IST)