Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

ડોડીયાળા પાસેથી ગૌમાંસ સાથે પાંચ શખ્સોને આટકોટ પોલીસે ઝડપી લીધા

કતલ માટેના હથિયારો કબ્જેઃ પાંચેય શખ્સો રીમાન્ડ પર

તસ્વીરમાં પકડાયેલ પાંચેય શખ્સો નજરે પડે છે (તસ્વીરઃ ધર્મેશ કલ્યાણી જસદણ)

જસદણ તા.૨૧: જસદણ તાલુકાના ડોડીયાળા ગામેથી વાછરડાની કતલ કરી ગૌમાસ તેમજ કતલ માટેના હથિયારો સાથે પાંચ આરોપીને આટકોટ પોલીસ ઝડપી લીધા હતા.

મળતી વિગતો મુજબ બાબરાના જીન પ્લોટ વિસ્તારમાં રહેતા ક્ષત્રિય ગજેન્દ્રભાઇ ભુપતભાઇ શેખવાએ આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી જેને પગલે આટકોટ પીએસઆઇ કે.પી.મેતા સહિતના સ્ટાફે જસદણ તાલુકાના ડોડીયાળા ગામેથી નદીમાંથી પંદર કિલો ગૌમાશ તેમજ છરી, કોઇતો, કુવાડા વગેરે સાથે ગોંડલના સાંઢિયા પુલ પાસે રહેતા અનિલ કાળુ ચૌહાણ, દેવરાજ કાળુ ચૌહાણ, તેમજ ચોટીલાના રાણીપાટ ગામે રહેતા ગણપત વના સીંધવ, રઘુ ઘુડા સીંધવ અને રસીદ ઘુડા સિંધવ એમ કુલ પાંચ આરોપીઓની ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની વિવિધ કલમો તેમજ આઇપીસીની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરીને રૂપિયા બારસોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ તમામ આરોપીઓ કતલખાનાની પ્રવૃતિ સાથે સંકળાયેલા છે કે કેમ તે અંગે વધુ તપાસ માટે રિમાન્ડ માંગતા એક દિવસના રિમાન્ડ મંજૂરી થયા છે. આટકોટ પીએસઆઇ કે.પી.મેતાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(11:35 am IST)