Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

જસદણમાં સીટી પોઇન્ટમાં આવેલ દુકાન વેચાણ કરવા સામે કોર્ટનો સ્ટે

જસદણ, તા., ૨૧: જસદણ ચીતલીયા કુવા રોડ ઉપર વિનોદભાઇ મોહનભાઇ છાયાણીએ તેની માલીકીની ખુલ્લી જગયામાં સીટી પોઇન્ટના નામે જુની મિલકત પાડી નવી મિલ્કત બનાવેલ છે. તેમાં વર્ષોથી ભાડુઆત તરીકે બેસતા કડવાભાઇ શંભુભાઇ છાયાણીએ સીટી પોઇન્ટમાં આવેલી દુકાન નં.૧ વિનોદભાઇ છાયાણી પાસેથી રૂ. ૩,૭૦,૦૦૦માં વેચાણ કરવાનું સાટુ કરેલ અને સુથીના રૂ. ૧,૯પ,૦૦૦ ચુકવેલ હતા તે વખતે વિનુભાઇ છાયાણીએ સાટાખત લખી આપેલ હતું અને બાકીની રકમ ચેકથી ચુકવી આપેલ હતી તેમજ દુકાનનો કબજો પણ સોંપી આપેલ હતો ત્યારબાદ આ દુકાનનો દસ્તાવેજ કડવાભાઇને કરી આપતા ન હતા અને વારંવાર રૂબરૂ મળી જણાવવામાં આવતા છતા દસ્તાવેજ કરી આપતા નહી અને બીજાને દુકાન વેચાણ કરવાની તજવીજ કરતા હતા જેથી કડવાભાઇ છાયાણીએ જસદણ સીવીલ કોર્ટમાં સાટાખતનો અમલ કરાવી આપવા અને આ દુકાન કોઇને કોઇ પણ પ્રકારે વેેચે નહી તેવો મનાઇ હુકમ આપવા જસદણ કોર્ટમાં દાવો કરેલ હતો. જેથી પ્રીન્સીપાલ સીવીલ જજ હુકમ આપવા જસદણ કોર્ટમાં દાવો દાખલ કરેલ હતો. જેથી પ્રીન્સીપલ સીવીલ જજ ચાચુની કોર્ટમાં લંબાણપુર્વક કાયદાકીય લડત ચાલેલ હતી. પ્રતિવાદીએ આ દુકાન ૧પ,૦૦,૦૦૦માં વેચાણ થયાનું અને દુકાનનો કબજો અમારી પાસે હોવાની રજુઆત કરેલ હતી. પરંતુ કડવાભાઇ છાયાણીના વકીલશ્રી ભરતભાઇ અંબાણીની રજુઆતો તેમજ ઉચ્ચ અદાલતોના જજમેન્ટ રજુ કરેલ હતા જે વિગતે કોર્ટે ધ્યાનમાં લઇ સીટી પોઇન્ટના માલીક વિનોદભાઇ છાયાણીને દુકાન નં. ૧ માં તેઓ કે તેઓના માણસોએ દુકાન નં. ૧ ની માલીકીમાં કોઇ પણ જાતનો માલીકી હક્કમાં ફેરફાર ન કરવો તેઓ મનાઇ હુકમ ફરમાવેલ છે વાદી પક્ષે વકીલ તરીકે ભરતભાઇ અંબાણી (નોટરી) ભાવેશભાઇ ડાભી, મનસુખભાઇ ડાભી, કુલદીપભાઇ જાદવ રોકાયેલ હતા.

(11:32 am IST)