Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

માળિયાના માણેકવાંઢમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : એકની ધરપકડ : 1,47 લાખનો મુદામાલ જપ્ત

 

માળીયા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન માણેકવાંઢ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થા સાથે એકને માળિયા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા ડો કરણરાજ વાઘેલા તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક વી.બી.જાડેજા ના માર્ગદર્શન હેઠળ માળિયા પોલીસ મથકના પો.સબ.ઇન્સ જી.વી.વાણીયાની સુચનાથી પોલીસ સ્ટાફ વિપુલભાઈ ફુલતરીયા,જયદેવસિહ ઝાલા, રમેશભાઈ રાઠોડ,તેજપાલસીંહ અને વિજયદાન ગઢવી સહિતની ટીમ માળીયા વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન માળીયાના માણેકવાંઢ વિસ્તારમાં રહેતા ગફુર હસેન માણેકના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નંગ- ૩૪૮ કીમત રૂ. ,૧૭,૬૦૦ તથા સી.એન.જી રિક્ષા જી-જે-૩૬-યુ-૮૫૧૧ કીમત રૂ.૩૦,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૧,૪૭,૬૦૦ સાથે આરોપી ગફુર હુસેન માણેકને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(1:34 am IST)