Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

ટંકારા પોલીસ મથકના દારૂના ગુનામાં ચૌદ વર્ષથી વોન્ટેડ આરોપી અમદાવાદથી ઝડપાયો

 

ફોટો tankara

ટંકારાના પોલીસ મથકના દારૂના ગુનામાં છેલ્લા ચૌદ વર્ષથી દારૂના ગુનામાં આરોપી નાસ્તો ફરતો હતો જેન ફર્લો સ્કોડે અમદાવદ થી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની મળતી વિગત મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા ડો. કરણરાજ વાઘેલાની સુચાનથી પી.આઈ વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોડના ચદ્રકાંત વામજા , સહદેવસિંહ જાડેજા ખાનગી રહે બાતમી મળતી હતી કે ટંકારા પોલીસ મથકમાં દારૂના ગુનામાં વર્ષ ૨૦૦૬ થી ભેરારામ વિજારામ બિસ્નોઈ નાસ્તો ફરતો હતો જે અમદવાદ હોવાની બાતમી મળતા પેરોલ ફર્લો સ્કોડ ત્યાં પોહચી હતી અને આરોપી ને ઝડપી લઇ ને ટંકારા પોલીસ ને હવાલા કર્યો હતો

આ કાર્યવાહીમાં હીરાભાઈ ચાવડા, ચદ્રકાંત વામજા ,સહદેવસિંહ જાડેજા, જયેશભાઈ વાઘેલા, બ્રિજેશ કાસુન્દ્રા અને હરેશભાઈ સરવૈયા સહિતના સ્ટાફે કામગીરી કરી હતી

 

(1:32 am IST)
  • લખનઉમાં અમિતભાઇ શાહની સિંહ ગર્જનાઃ જેને વિરોધ કરવો હોય તે કરે... સીએએ પરત નહીં ખેંચાય access_time 3:42 pm IST

  • કલકત્તા પોલીસે ૨૫ કિલો હેરોઈન સાથે બે વ્યકિતને ઝડપી લીધા છે : ઝડપાયેલા હેરોઈનની કિંમત લગભગ ૧૦૦ કરોડ રૂપિયા છે access_time 3:24 pm IST

  • ડોલર સામે રૂપિયો ફરી ઘટ્યો : આજે સવારે ડોલર સામે રૂપિયો ૪ પૈસા ઘટીને ૭૧.૧૨, ક્રૂડના ભાવો વધ્યા access_time 3:45 pm IST