Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

મોરબીના રામઘાટ નજીકથી મળેલ બાળકીનું પરિવાર સાથે પોલીસ વિભાગે મિલન કરાવ્યું

એએસઆઇ રાણા અને સમાજ સુરક્ષા વિભાગના રંજનબેન મકવાણા સહિતની મહેનત રંગ લાવી

મોરબીના રામઘાટ નજીકથી એક ચાર-પાંચ વર્ષની બાળકી મળી આવી હતી જે પરિવારથી વિખુટી પડી ગઈ હોય જેનું પરિવાર સાથે પોલીસે મિલન કરાવ્યું હતું

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના રામઘાટ નજીકથી હીના મનસુખભાઈ નામની ચારથી પાંચ વર્ષની બાળકી મળી આવી હતી જે અંગે પોલીસને જાણ કરતા એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ મથકના એએસઆઈ આર પી રાણા તેમજ સમાજ સુરક્ષા વિભાગના રંજનબેન મકવાણા સહિતનાઓએ બાળકીના પરિવારની શોધખોળ ચલાવી હતી

અને સોશ્યલ મીડિયામાં મેસેજ વહેતા કર્યા હતા જેને પગલે બાળકીના વાલી મળી આવ્યા હતા જેને બાળકી સોપવામાં આવી હતી ખોવાયેલી બાળકી મળી આવતા વાલીએ પોલીસ વિભાગનો આભાર માન્યો હતો

(1:29 am IST)