Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

જામનગરમાં જમીન ખાલી કરાવવા ધમકીના ભયથી ૨ મહિલાઓએ ઝેરી દવા પીધીઃ બિલ્ડર જમન ફળદુ સહિત ૧૫ સામે ફરિયાદ

 જામનગર તા.૨૧: અહી પંચ 'બી'ડિવીઝન પોલીસ સ્ટેશનમાં વેજીબેન રાજુભાઇ મોઢવાડીયાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૯-૧-૧૯ના ખોજા બેરાજા ગામે આ કામના ફરીયાદી વેજીબેન તથા આ કામના આરોપી ઇકબાલ, બહાદુરસિંહ, નિકુંજ ગઢવી, જમીન ફળદુ વચ્ચે જમીન બાબતે સીવીલ મેટર ચાલતી હોવા છતા આ કામના આરોપીઓ ઇકબાલ, બહાદુરસિંહ, નિકુંજ ગઢવી, જમન ફળદુ તથા દસ થી પંદર અજાણ્યા શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી જીવલેણ હથીયારો ધારણ કરી આ કામના ફરીયાદી વેજીબેનની વાડીએ જઇ મહીલાઓની હાજરીમાં ભુંડી ગાળો આપી અને આ કામના સાહેદ શાંતાબેન તથા ફરીયાદી વેજીબેનની હાજરીમાં ઠઠા મશ્કરી કરી અને વાડી બાંધેલા ઢોરને છોડી મુકી ભય જેવું વાતારવણ ઉભુ કરી દેતા આ કામના સાહેદ શાંતાબેન તથા વેજીબેને ભયના કારણે ઝેરી દવા પી લેતા આ કાના આરોપીઓએ ગુનો કરેલ છે.

(3:46 pm IST)