Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

મુળી તાલુકાના સરાગામે શ્રી સહજાનંદ આશ્રમ આયોજીત સર્વજ્ઞાતીય સમૂહલગ્ન રંગેચંગે સંપન્ન

૨૩ જેટલા યુગલો લગ્નગ્રંથીથી જોડાયા : હિન્દુ - મુસ્લિમ એકતાના દર્શન : સંતો - મહંતોએ આર્શીવચન પાઠવ્યા

સુરેન્દ્રનગર, તા. ૨૧ : મૂળી તાલુકાના સરાગામે શ્રી સહજાનંદ આશ્રમ- દિધડીઆ દ્વારા ત્રીજા સમુહ લગ્નોત્સવનુ આયોજન સરા- દિધડીઆ રોડ પર આવેલ મુન્નાભાઇ પટેલની વાડીમા યોજાયેલ શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ ની પાવનભુમિ પર તા. ૧૮.૧.૧૯ ના શુક્રવારના રોજ શ્રી ૧૦૦૮ મહામંડલેશ્રર સહજાનંદજી સહીત સંતો મહંતો ની બહોળી ઉપસ્થિતીમા યોજાયા હતા ૨૩ જેટલી જાનનુ આગમન થતા ઉપસ્થિત જનમેદનીએ  ઢોલ ના ધબકારા વચ્ચે પરંપરાગત સામૈયા કરવામા આવેલ.

આસોપાલવના તોરણના સુશોભિત મંડપ તળે સુમધુર શરણાઇના સુર અને લગ્નગીતોની રમઝટ વચ્ચે વૈદીક મંત્રોચ્ચાર સાથે સુર્ય અગ્નિની સાક્ષીએ પ્રભુતામા પગલા પાડી જીવનની નવી કેડી કંડારી હતી દાતાશ્રીઓ તરફથી દરેક કન્યાને ૫૧ જેટલીશગૃહ ઉપયોગી ચીજવસ્તુઓ અને તુલસીનારોપ ભેટ આપવામા આવેલ હતા છેલ્લા આઠ દિવસથી ભાગવત કથા અને સમુહલગ્નોત્સવ દિપાવવા ભારે જહેમત ઉઠાવી રહેલા હિન્દુ સહીત મુસ્લીમ સમાજના સ્વયંસેવકોને સંતશ્રીઓએ દરેક સમાજમા દરેક ધાર્મિક સામાજીક પ્રસંગોમા હમેશા ભાઇચારા ની લાગણી બની રહે તેવી શુભકામના પાઠવેલ સર્વજ્ઞાતિય સમુહલગ્નમા મુસ્લીમ સમાજના ઇકબાલભાઇ લોલાડીયા આરીફભાઇ માડકીયા સહીત મુસ્લીમ સમાજના લોકોએ સેવાકીય કાર્યો ઉપરાંત યથા યોગદાન આપી સહભાગી બની જેના અન્નભેગા તેના મન ભેગા ની કહેવત સાર્થક કરતા હિન્દુ - મુસ્લીમ સમાજના લોકો એ સાથે મહાપ્રસાદ આરોગી ભાઇચારાની લાગણી વ્યકત કરી સમાજને અનેરો સંદેશો પાઠવેલ હતો

સમુહલગ્નના પ્રેરણીતા શ્રી સહજાનંદજીએ દેખાદેખીના યુગમા લગ્નો પાછળ ખોટા ખર્ચાઓ કરી નાણા વેડફી રહયા છે સમુહલગ્નોમા જોડાવા પ્રેરણા આપી દરેક જ્ઞાતિના સ્વયંસેવકો દ્વારા ઉઠાવેલ જહેમત ને બિરદાવી હતી

સમગ્ર પ્રસંગ દરમ્યાન કાયદો અને વ્યવ્સ્થા જાળવવા હોમગાર્ડ સહીત સરા ઓપીના જમાદાર જી એલ ગઢવીએ ચુસ્ત બંદોબસ્ત રાખેલ અને ભાગવત સપ્તાહના ભગીરથ કાર્યમા એક દિવસની રસોઇની સેવા બજાવી હતી.(૪૫.૫)

 

(12:00 pm IST)