Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

ગોંડલના જામવાડી પાસે એસ.ટી.બસે ઠોકર મારતા પ્રવિણભાઇ કોળીનું મોત

રાજકોટ તા ૨૧ : ગોંડલના જામવાડી ગામ પાસેરોડ ક્રોસ કરી રહેલા કોળી પ્રોૈઢને એસ.ટી બસના ચાલકે હડફેટે લેતા તેનું માથા તથા શરીરે ઇજા થતાં મોત નિપજયું હતું.

મળતી   વિગત મુજબ ગોંડલના  જામવાડી ગામમાં  રહેતા પ્રવિણભાઇ હરીભાઇ ધોળકીયા  (ઉ.વ.૫૨) પરમ   દિવસે જામવાડી ગામના ગઇટ સામે રોડ ક્રોસ કરતા હતા ત્યારે જીજે-૧૮-ઝેડ-૧૩૬૪ નંબરની એસ.ટી.બસના ચાલકે કોળી  પ્રોઢને હડફેટે લેતા તેને માથામાં તથા  બંને હાથમાં ગંભીર ઇજા થતા તેનું મોત નિપજયું હતું. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા, બાદ  જાણ  થતા ગોંડલ તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ. એલ.બી. ડીંડોરે એસટી બસના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ આદરી છે. (૩.૪)

(11:56 am IST)