Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

પોરબંદર-હરિદ્વાર ટ્રેઇનની વર્ષો જૂની માંગણીનો સૈદ્ધાંતિક સ્વીકાર બાદ કાર્યવાહી થતી નથી

પોરબંદર રેલ્વે સ્ટેશનનું જુનું નામ સુદામાપુરી ચાલુ રાખવા સહિત વિવિધ માંગણીઓ અંગે પુનઃ રજૂઆત

પોરબંદર, તા. ર૧ : પૂર્વ ડીઆરયુસીસી સભ્ય હેમેન્દ્રકુમાર પારેખે રેલવે મંત્રીને પુનઃ રજૂઆતમાં જણાવેલ કે, પોરબંદર-હરિદ્વાર-પોરબંદર ટ્રેઇન દોડાવવાની ે વરસો જુની માંગણી હોય અને  સિદ્ધાંતિક સ્વીકાર-નિર્ણય લેવાયેલ હોવા છતાં હજુ સુધી સંતોષાયેલ નથી આ માંગણી પૂર્ણ કરવા અને હાલ અમદાવાદ-હરિદ્વાર-અમદાવાદ ટ્રેનના ૧૯૦૩૧ તથા ૧૯૦૩ર ચાર કોચ અમદાવાદ-હાવરા -અમદાવાદમાં લગાડવા તેમજ પોરબંદર-સૌરાષ્ટ્રએકસપ્રેસ-મુંબઇ-પોરબંદર ટ્રેનના ૧૯૦૧૬ તથા  ૧૯૦૧પમાં લગાડવા જુની માંગણી સંતોષવા માંગણી છે.

રજુઆતમાં જણાવેલ કે, પોરબંદર રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ ભકત ચુદામાની નગરી હોય તે ખાસ વિશિષ્ટ દરજ્જો આપી ૧૦૦ ફુટ ઉંચે રાષ્ટ્રધ્વજ લહેરાવવા તથા સને ૧૯૬૦થી રેલ્વેના હોર્ડીંગ્ઝમાં સુદામાપુરી નામ કાઢી નાખેલ હોય તે પુનઃ પોરબંદર સ્ટેશનના હોડીંગ્ઝમાં દર્શાવવા તેમજ અન્ય સુવિધચઆપવા સંબંધે પોરબંદર રેલ્વે સ્ટેશન પર યાત્રિકોને ટ્રાફીક-ગુડઝ ટ્રાફીકની સુવિધા તેમજ પોરબંદર રેલ્વે સ્ટેશન અને બારમાસી નવા અને જુના બંદરની સુવિધા સબંધે માંગણી કરી છે.

ભકત સુદામાની ભૂમિ અને ભારતીય સંસ્કૃબ્તિ ધરાવતા ધાર્મિક પુરાણોમાં ભકત સુદામાની આ ભૂમિનું વર્ણન મહિમા દર્શાવેલ છે. સ્કંદપુરાણ-શ્રીમદ ભાગવદ પુરાણ તેમજ સત્યનારાયણ કથામાં સુદામાજી તેમની નગરી સુદામાપુરીનો મહિમા મહત્વ સમજાવેલ છે. ચારધામ યાત્રા કર્યા પછી મુદામાપુરી-પોરબંદર યાત્રા કરનાર યાત્રિક અત્રે આવી શીશનભાવે નહીં કપડા પર છાપ લગાવે નહીં અને સુદામા પટ્ટાગણમાં સ્વર્ગ સીડી ભૂલ ભૂલામણીના ફેરાફરે નહીં ત્યાં સુધી ચારધામ યાત્રા પૂર્ણ ગણાતી નથી. ખાસ કરી રાજસ્થાની મારવાડી, બંગ્લાદેશવાસી, ઓરીસ્સા, મહારાષ્ટ્ર, તેલાંગણના યાત્રિકો બાર માસ આવજાવન રહે છે. સુદામાનું નામ શ્રીકૃષ્ણની મિત્રતા સાથે જોડાયેલ હોય આ નામ પાંચ હજાર વરસ કરતા જોડાયેલ હોય અનેરો મહિમા ધરાવે છે.

પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાય તથા ભારતી ધર્મ સંસ્કૃતિ સાથે સમાયેલ વિવિધ ધર્મો સંકલન સાથે નાગરિકો પ્રબળ એક આજીવન ધર્મ ભાવનના સમાયેલ છે અને તેના જન્મથી મરણ સુધીની રહેલ છે. જીવનમાં એકવાર ગંગાસ્નાન તથા ગંગાઘાટ પર આરતીના દર્શન કરવા તેમજ આસપાસ વિસ્તારોમાં શ્રદ્ધા સાથે યાત્રકારી મુકિત મેળવી તે ભાવનાથી હરિદ્વારનો મહિમા દરેક ભારતીયો હૃદયમાં ગુંથાયેલ છે.

પોરબંદર દહેરાદુન-પોરબંદર વાયા હરદ્વાર હતી તે પણ રેલ્વે બાબુઓએ ઝુટવી લીધી અને આ ટ્રેન ઓખા-દેહરાદુન-ઓખા  વચ્ચે અઠવાડીક દોડાવવામાં આવે છે,પરંતુ પોરબંદરને રેલ્વેના નકશામાંથી હટાવી લેવાયેલ છે. એ રીતે ભારોભાર અન્યાય કરવામાં આવેલ છે અને રેલ્વે દ્વારા વખતોવખત અન્યાય પણ થતો રહે છે.

પોરબંદરથી હરીદ્વાર પોરબંદર માટે કાયમી સુવિધા મળી રહે તેમ હોય જેથી ચાર કોચ પોરબંદરથી રાત્રીના ૨૧-૦૦ (૯.૦૦) વાગ્યે ટ્રેન નં. ૧૯૦૧૬ સૌરાષ્ટ્ર એકસ.માં ચાર કોચ લગાડવા આ ટ્રેન અમદાવાદ સવારના ૬.૩૦ થી ૭.૦૦ વચ્ચે પહોંચ છે. તેમા ચાર ચોક લગાડવા અને અમદાવાદથી ટ્રેન નં. ૧૯૦૩૧ યોગા એકસપ્રેસ સવારે ૧૦.૦૦ રવાના થઈ હરદ્ેવાર બીજા દિવસે બપોરના ૧૩.૦૦ (૧.૦૦) વાગ્યે પહોંચે છે. જ્યારે હરદ્વારથી ટ્રેન નં. ૧૯૦૩૨ હરદ્વાર અમદાવાદ એકસપ્રેસ બપોરના ૧૫.૦૦ (૩.૦૦) વાગ્યે ઉપડી અમદાવાદ બીજા દિવસે સાંજના ૧૭.૦૦ (૫.૦૦) પાંચ વાગ્યે આવે છે. અમદાવાદથી ટ્રેન નં. ૧૯૦૧૫ સૌરાષ્ટ્ર એકસપ્રેસ રાત્રીના ૨૦.૦૦ (૮.૦૦) વાગ્યે ઉપડી પોરબંદર બીજા દિવસે સવારે ૬.૦૦ વાગ્યે આવે. બન્ને અમદાવાદ-પોરબંદર વચ્ચે પુરતો શન્ટીંગ અને રનીંગ ટાઈમ રહે છે. જેથી પુરતો શન્ટીંગ ટાઈમ તેમજ મેન્ટેન્શન ટાઈમ મળી રહે જ્યારે ૧૦૦ ટકા ટ્રાફીક પણ મળી રહે તેમાં શંકાને સ્થાન નથી.

સને ૧૯૮૬ની સાલથી હાલ જામનગર ટરમીનેટ થતી સૌરાષ્ટ્ર જનતા એકસપ્રેસ ગાડી નં. ૧૯૦૧૮ અને બાંદ્રા (મુંબઈ)થી ઉપડતી સૌરાષ્ટ્ર જનતા ૧૯૦૧૭ પોરબંદર સુધી ફ્રીકવન્સી વધારવા લીલી ઝંડી મળી ગયેલ હોવા છતા હજુ ૨૨ વર્ષથી અમલવારી કરવામાં આવી નથી. પોરબંદર યાને રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીજીની જન્મભૂમિને અન્યાયનુ રજૂઆતમાં જણાવેલ છે.(૮.૬)

(11:52 am IST)